GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

Atal Pension Yojana માં આ લોકો નહિ કરે અરજી, જાણો કેમ?

Atal Pension Yojana: અટલ પેંશન યોજનાના માધ્યમથી ઓછી આવક વાળા લોકોને પેંશનનો લાભ આપવામાં આવે છે, ઘણીવાર નોકરિયાત વર્ગને એ વાતની ચિંતા સતાવતી હોય છે કે નિવૃત્તિ બાદ તેઓ કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવશે, નિવૃત્તિ બાદ કોઈ પણ વ્યક્તિને ઘરે બેસવું પડે છે અને તે નોકરી નથી કરી શકતો,  એવામાં ઘડપણમાં પેંશન એક માત્ર સહારો બની રહે છે.

નિવૃત્તિ બાદ દર મહિને પેંશનની વ્યવસ્થા

ઓછી અવાક વાળા લોકોની આ સમસ્યાને સમજતા મોદી સરકારે વર્ષ 2015માં અટલ પેંશન યોજના લોન્ચ કરી હતી. આ યોજનામાં 18 થી 40 વર્ષ સુધીના કોઈપણ ભારતીય નાગરિક જોડાઈ શકે છે. તેના માટે વ્યક્તિનું કોઈ બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જોઈએ, આ યોજનામાં અરજીકર્તાના 60 વર્ષ થયા બાદ 1000 થી મંદીને 5000 સુધી પેંશન મળે છે. આમ જો તમે દર મહિને 269 રૂપિયા ભરો છો તો નિવૃત્તિ બાદ દર મહિને 5 હજાર રૂપિયા પેંશનની વ્યવસ્થા થઇ જાય છે.

Atal Pension Yojana

Atal Pension Yojana ની શરતો

સરકારે આ યોજનાનો લાભ વધુ અને યોગ્ય લાભાર્થી લઇ શકે તેના માટે કેટલાંક નિયમો અને શરતો બનાવી છે.લ આ સ્કીમ ના નિયમો મુજબ એવા લોકો જેની આવક ઈન્ક્મટેક્સના ક્ષેત્રમાં આવે છે તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. તો પહેલાથી જ ઈપીએફ અને ઈપીએસ જેવી યોજનાઓનો લાભ મળતો હોય તેવા લોકો પણ આ યોજનાનો લાભ નહિ લઇ શકે.

Atal Pension Yojana ના નિયમો

જણાવી દઈએ કે Atal Pension Yojana યોજનામાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું પેંશન મળવા પાત્ર છે, જેના માટે અરજદારે 210 રૂપિયા દર મહિને ભરવા પડે છે. આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિનું મૃત્યુ થવાના કેસમાં પત્ની અને પત્નીના મૃત્યુ બાદની સ્થિતિમાં બાળકોને પેંશન મળશે તેવી જોગવાઈ છે. ઈન્ક્મ ટેક્સના સેક્શન 80સીસીડી હેઠળ આ યોજનામાં ટેક્સ માંથી રાહત પણ આપવામાં આવી છે.

READ MORE:

Related posts

ચેક ભરવામાં એક નાનકડી ભૂલથી થઈ શકે છે તમને મોટું નુકસાન, જાણો કેવી રીતે

Mansi Patel

મિસ્ડ કૉલથી ખબર પડી જશે તમારા PF એકાઉન્ટમાં કેટલું છે બેલેન્સ, એક ક્લિકે જાણો પ્રોસેસ

Bansari

RBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર, SBI, HDFC, ICICI બેંકમાં હવે કેટલો ભરવો પડશે હપ્તો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!