GSTV

આ સરકારી સ્કીમમાં દરરોજ માત્ર 7 રૂપિયા જમા કરીને મેળવી શકો છો દર મહિને 5000 રૂપિયા, વાંચો કેવી રીતે

Last Updated on July 13, 2020 by pratik shah

અટલ પેન્શન યોજના (APY) એ એક યોજના છે જે દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 6૦ વર્ષની વય પછી, દર મહિને રૂ .૧,૦૦૦ થી લઈને 5,000 સુધીની નિશ્ચિત માસિક પેન્શનની ખાતરી કરે છે. આ પેન્શન યોજના જૂન 2015 માં રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવી હતી. આ યોજના સ્વાવલંબન યોજના એનપીએસ લાઇટની જગ્યાએ લાગુ કરવામાં આવી હતી. એટલ પેન્શન યોજના પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત છે. તેનો અમલ દેશભરની તમામ બેંકો દ્વારા કરવામાં આવે છે. જો તમે પણ એક મહિનામાં 210 રૂપિયા બચાવવા માંગો છો અને 5000 રૂપિયા માસિક પેન્શન મેળવવું હોય તો આ યોજનાને લગતા કાયદા અને નિયમોને સમજો.

APY માટે પાત્રતા

ભારતની 18 થી 40 વર્ષની વય જૂથની કોઈપણ વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે છે. જો તમારું કોઈ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું છે તો તમે આ યોજનામાં જોડાઈ શકો છો.

પેન્શન મેળવવા માટે રોકાણ

પેન્શન મેળવવા માટે તમારે જે રકમ ચૂકવવી પડશે તે બે બાબતો પર આધારિત છે. પહેલી વાત એ છે કે તમે આ યોજનામાં કઈ ઉંમરે જોડાઇ રહ્યા છો. બીજી સૌથી અગત્યની બાબત એ છે કે તમે 60 વર્ષની વય પછી કેટલું પેન્શન ઇચ્છો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે અને 60 વર્ષની વયે 1000 રૂપિયાનું માસિક પેન્શન ઇચ્છે છે, તો 60 વર્ષની વય સુધી તેમને દર મહિને 42 રૂપિયા ખર્ચ કરવા પડશે. અથવા, જો આ વ્યક્તિ માસિક રૂ. 5,000નું પેન્શન ઈચ્છે છે, તો તે 60 વર્ષના થાય ત્યાં સુધી દર મહિને 210 રૂપિયા જમા કરાવવા પડશે. આ યોજના અંતર્ગત 1,000 રૂપિયા, 2,000 રૂપિયા , 3,000 રૂપિયા , 4,000 રૂપિયા અને 5000 રૂપિયાનું ફિક્સ પેન્શન મળે છે.

APY હેઠળ આવકવેરાનાં લાભો

આ યોજનામાં રોકાણ કરીને તમને NPS જેવા જ ટેક્સ લાભ મળે છે. આવકવેરા કાયદાની કલમ 80CCD (1B) હેઠળ, આ યોજના રોકાણ પર કર મુક્તિ પ્રદાન કરે છે.

READ ALSO

Related posts

પોર્નોગ્રાફી કેસ/ રાજ કુંદ્રાના કાનપુર કનેક્શનમાં વધુ એક ખુલાસો, કુંદ્રાના નિક્ટવર્તી શખ્સની ખાસ હતી મહિલા

Damini Patel

બ્રિટીશ મિલિટરીમાં મહિલાઓની પજવણી, નવાં સંસદીય રિપોર્ટમાં આ મોટો મુદ્દે ખુલાસો

Damini Patel

લૉકડાઉનમાં ઓનલાઇન એજ્યુ.ની સાઇડ ઇફેક્ટ, વિદ્યાર્થીઓ વાંધાજનક કન્ટેન્ટ આપતી એપ્લિકેશનના બંધાણી બની ગયા!

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!