GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

1 જુલાઇથી અટલ પેન્શન યોજનામાં થશે મોટો બદલાવ, ફરી શરૂ થશે આ ખાસ સુવિધા

પેન્શન

જો તમે અટલ પેન્શન ખાતાધારક હોવ તો તમારા માટે તે જાણવુ ખૂબ જ જરૂરી છે કે એક જુલાઇથી સરકારે અટલ પેન્શન યોજનામાં શું બદલાવ લાવવાનું એલાન કર્યુ છે. એક જુલાઇથી અટલ પેન્શન યોજનાના ખાતામાંથી માસિક યોગદાનનું ઑટો ડેબિટ શરૂ થઇ જશે.

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીએ બેન્કોને અટલ પેન્શન યોજનાના ઑટો ડેબિટને 30 જૂન સુધી રોકવાનો નિર્દેશ આપ્યો હતો. જેના આધારે હવે એક જુલાઇથી ઑટો ડેબિટ સુવિધા ફરી એકવાર શરૂ કરવામાં આવશે. હકીકતમાં એપ્રિલમાં પીએફઆરડીએએ કોરોના વાયરસને ધ્યાનમાં લેતા આ નિર્ણય લીધો હતો.

નિયમિત કરવામાં આવી શકે છે પેન્શન સ્કીમ એકાઉન્ટ

આ સ્કીમ અંતર્ગત મોટાભાગના સબ્સ્ક્રાઇબર્સ સમાજના નીચલા વર્ગના છે અને કોરોના વચ્ચે લોકડાઉનના કારણે આ લોકો વધુ સંકટનો સામનો કરી રહ્યાં છે. પીએફઆરડીએએ તાજેતરમાં જ નોટિફિકેશનમાં કહ્યું હતું કે દંડનું વ્યાજ તે સ્થિતિમાં નહીં લાગે, જ્યારે સબસ્ક્રાઇબરની પેન્શન સ્કીમ એકાઉન્ટને 30 સપ્ટેમ્બર 2020 પહેલા નિયમિત કરવામાં આવી શકે છે.  

સામાન્ય રીતે બેન્કો તરફથી યોગદાનમાં વિલંબ થવા પર દંડ એકત્ર કરવામાં આવે છે. અટલ પેન્શન સ્કીમની મોટાભાગની વેબસાઇટ અનુસાર તેમાં 100 રૂપિયા પ્રતિ મહિના સુધી એક રૂપિયો પ્રતિ માસનો ચાર્જ છે. આ ઉપરાંત 101 રૂપિયા અને 500 રૂપિયાની વચ્ચે 2 રૂપિયા પ્રતિ માસ છે.

શું છે અટલ પેન્શન યોજના

અટલ પેન્શન યોજનાની શરૂઆત દેશના નબળા વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ આવા લોકોને ઉજવ્વળ ભવિષ્ય આપવાનો હતો. તેમાં 18થી 40 વર્ષના ભારતીય વ્યક્તિ યોગદાન કરી શકે છે. જો 18 વર્ષમાં 1000 રૂપિયાથી 5000 રૂપિયા માસિક સ્કીમ માટે યોજના સાથે જોડાય તો તમારુ યોગદાન 42 રૂપિયા પ્રતિ માસથી 210 રૂપિયા પ્રતિ માસથી શરૂ થશે.

454 રૂપિયા પ્રતિ માસ સુધીનું માસિક યોગદાન કરવાનુ રહેશે. ઉમર વધવાની સાથે આંશિક યોગદાન તે જ ગુણોત્તર સાથે વધતુ જશે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!