GSTV

ફક્ત 42 રૂપિયા પ્રતિ માસમાં પણ આજીવન પેન્શન આપે છે આ સરકારી સ્કીમ, જાણો કેટલો થશે ફાયદો

પેન્શન

Atal Pension Yojana: કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનાના ટૂંક સમયમાં જ અઢી કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્થ થવાના છે. આ સ્કીમ અંતર્ગત સરકાર અસંગઠિત ક્ષેત્રના લોકો માટે પ્રતિ માસ પેન્શનની વ્યવસ્થા કરે છે. જો તમે તમારા ભવિષ્યને મજબૂતી આપવા માગો છો તો તેમાં રોકાણ કરી શકો છો. નાનકડી બચત અને રોકાણ તમને રિટાયરમેન્ટની ઉંમર બાદ મોટો સહારો આપશે. ગરીબ અને મજૂર વર્ગના લોકો માટે જ આ સ્કીમ ડિઝાઇન કરવામાં આવી છે.

epfo

આ જ કારણ છે કે વૃદ્ધાવસ્થાને સુરક્ષિત રાખવા માટે કરોડો લોકો આ સ્કીમને પસંદ કરી રહ્યાં છે. યોજના અંતર્ગત આશરે 2.45 કરોડ અંશધારક જોડાઇ ચુક્યા છે. આ વર્ષે ઓક્ટોબરના અંતમાં સબ્સ્ક્રાઇબર્સના મામલે 34.51 ટકા વૃદ્ધિ થઇ છે. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં તમે ફક્ત 42 રૂપિયા પ્રતિ માસમાં આજીવન પેન્શનનો લાભ લઇ શકો છો.

પેન્શન

યોજનામાં દર મહિને 42 રૂપિયા ભરીને મેળવો આટલા રૂપિયા

તેના માટે 18 વર્ષમાં આ સ્કીમમાં જોડાવાનું છે. તે બાદ દર મહિને 42 રૂપિયાની ચુકવણી કરી 60 વર્ષની ઉંમરના પડાવ બાદ તમને 1 હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મળશે. સાથે જ જો તમે 210 રૂપિયા મહિના જમા કરશો તો તમને 5 હજાર રૂપિયા મહિના પેન્શન મળશે.

પેન્શન

આ છે શરતો

વાત કરીએ આ પોલીસીની શરતોની તો 18થી 40 વર્ષની ઉંમર અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તેમાં રોકાણ કરી શકે છે. યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિનુ કોઇ બેન્ક અથવા પોસ્ટ ઑફિસમાં બચત ખાતુ હોવુ જોઇએ. આ સ્કીમમાં રોકાણ કરનાર વ્યક્તિનું મૃત્યુ થવા પર પત્ની અને પત્નીનું મૃત્યુ થાય તો બાળકોને પેન્શન મળવાની જોગવાઇ છે.

Read Also

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!