GSTV
Gujarat Government Advertisement

નોકરી ગુમાવશો તો પણ 2 વર્ષ સુધી મળતી રહેશે સેલરી, તમે પણ ઉઠાવો સરકારની આ યોજનાનો લાભ

Last Updated on January 23, 2020 by Bansari

પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરનારા લોકોને હંમેશા જૉબ ગુમાવવાનો ભય રહેતો હોય છે. જો કોઇ કારણસર તમે નોકરી ગુમાવી દો તો વધુ પરેશાન થવાની જરૂર નથી. કારણ કે હવે જો તમારી નોકરી છૂટી પણ જાય તો તમે ઘરે બેઠા 24 મહિનાની સેલરી મેળવી શકો છો. પ્રાઇવેટ નોકરી કરનારાઓ માટે કર્મચારી રાડ્ય વીમા નિગમ (ESIC)એ મોટુ પગલું લીધું છે.

ESICએ જણાવ્યું કે અટલ વીમીત વ્યક્તિ કલ્યાણ યોજના અંતર્ગત તમારી નોકરી જાય તો સરકાર તમને આર્થિક મદદ કરે છે. ઇએસઆઇસી રોજગારની અનૈચ્છિક હાનિ કે બેરોજગારીના કારણે સ્થાયી અશક્તતાના મામલે 24 મહિના સુધી તમને માસિક રોકડ રકમ ચુકવે છે.

આ રીતે લો લાભ

જો તમારે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોવ તો તમને ઇએસઆઇસીની અટલ વિમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવુ પડશે. તમે ઇએસઆઇસીની વેબસાઇટ પર જઇને અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. તેને ભરીને તમારે ઇએસઆઇસીની કોઇ બ્રાન્ચમાં જમા કરાવાનું રહેશે. આ ફોર્મ સાથે 20 રૂપિયાનું નૉન-જ્યુડિશિયલ પેપર પર નોટરી એફિડેવિટ કરાવાનું રહેશે. તેમાં AB-1થી લઇને AB-4 ફોર્મ જમા કરાવવામાં આવશે. તેના માટે ઑનલાઇન સુવિધા શરૂ કરવામાં આવશે. વધુ જાણકારી માટે તમે www.esic.nic.in વેબસાઇટ પર જઇ શકો છો. મહત્વનું છે કે તમે તેનો લાભ ફક્ત એક જ વાર લઇ શકો છો.

આ લોકોને નહી મળે આ યોજનાનો લાભ

ઇએસઆઇસીના નિયમો અનુસાર આ યોજનાનો લાભ લેવા માટે એક માપદંડ નિશ્વિત કરવામાં આવ્યો છે. ઇએસઆઇસીથી વીમિત કોઇ પણ એવો વ્યક્તિ જેને કોઇ કારણસર કંપનીમાંથી હાંકી કાઢવામાં આવે અથવા તો વ્યક્તિ જેના પર કોઇ આપરાધિક કેસ હોય તો તેને આ યોજનાનો લાભ નહી મળે. આ ઉપરાંત જે લોકો ઐચ્છિક રિટાયરમેન્ટ લે છે તેમને પણ આ યોજનાનો લાભ નહી મળે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!