પૂર્વ વડાપ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીના રવિવારે અસ્થિ વિસર્જન કરવામાં આવશે. તેમના પરિવાર દ્વારા અસ્થિ વિસર્જનની તૈયારી કરવામાં આવી છે. ઉત્તરાખંડના હરિદ્વાર અને ઉત્તર પ્રદેશની નદીઓમાં અસ્થિ વિસર્જન કરવાનો વિચાર કરવામાં આવશે. જે દરમ્યાન યુપીના સીએમ યોદી આદિત્યનાથ પણ હાજર રહેશે.
શુક્રવારે દિલ્હીના રાષ્ટ્રીય સ્મૃતિ ખાતે અટલજીના પાર્થિવ દેહને તેમના દત્તક પુત્રી નમિતાએ મુખાગ્નિ આપી હતી. અટલજીની અંતિમ યાત્રામાં પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ. ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત વિદેશી મહેમાન પણ હાજર રહ્યા હતા.
