GSTV
Home » News » આ ફિલ્મમાં જોવા મળશે અટલ બિહારી વાજપેયી, આ એક્ટર નિભાવી રહ્યો છે રોલ

આ ફિલ્મમાં જોવા મળશે અટલ બિહારી વાજપેયી, આ એક્ટર નિભાવી રહ્યો છે રોલ

હાલ પૂર્વે પ્રધાનમંત્રી વાજપેયીની હાલત ગંભીર હોય તેને એઈમ્સ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે વાજપેયી પૂર્વ પીએમ મનમોહન સિંહના જીવન આધારિતી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં પણ જોવા મળશે. આ બાયોફિલ્મમાં અટલજીની ભૂમિકામાં અભિનેતા રામ અવતાર ભારદ્વાજ જોવા મળશે.

અનુપમ ખેર આ ફિલ્મમાં મનમોહન સિંઘનું પાત્ર ભજવે છે. અભિનેતા રામ અવતાર ભારદ્વાજ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવશે. અગાઉ અનુપમ ખેરે આ ફિલ્મના કિરદારોની તસવીરો ટ્વિટ કરીને શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ડૉ. મનમોહન સિંહના તત્કાલિન મીડિયા સલાહકાર સંજય બારુના પુસ્તક ‘The Accidental Prime Minister: The Making And Unmaking of Manmohan Singh’ પર આધારિત ફિલ્મ છે જેને વિજય રત્નાકર ગુટ્ટે ડાયરેક્ટ કરી છે.

આ ફિલ્મનું નિર્દેશન વિજય રત્નાકર કરી રહ્યાં છે અને હંસલ મહેતા તેના ક્રિએટિવ નિર્માતા છે. ફિલ્મમાં અક્ષય ખન્ના સંજય બરુ તરીકે જોવા મળશે. જર્મન અભિનેત્રી સુઝાન બર્નર્ટ ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકામાં હશે અને રાહુલ ગાંધીના પાત્રમાં અર્જુન માથુર છે.

આ ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બાયોપિક છે, જે ટૂંક સમયમાં જ રીલિઝ થશે. મનમોહન સિંહના જીવન આધારિત ફિલ્મમાં એક ઈકોનોમિસ્ટ અને પોલિટિશિયન હોવાની સાથે 2004-2009 સુધી પ્રધાનમંત્રી પદે રહ્યા, તે જર્ની પણ દર્શાવાશે. અનુપમ ખેર આ લૂકના કારણે ખૂબ ચર્ચામાં છે.

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!