GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અટલજીની 1 વાગે નીકળશે અંતિમ યાત્રા : દિલ્હીમાં અા સ્થળે થશે અંતિમ વિધિ

દિલ્હીમાં અટલજીને રાજકીય સન્માન સાથે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો છે.  પહેલીવાર મહાત્મા ગાંધી બાદ કોઈ નેતાને તોપ ગાડીમાં લઈ જવાયા છે. અટલજીને રાજકીય સન્માન આપવા માટે સેનાની ત્રણેય પાંખ હાજર રહી હતી.  અટલજીની અંતિમ યાત્રામાં જોડાયેલા લોકોએ અટલજી અમર રહેના નારા લગાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. આજે સવારે અટલજીના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.  દિલ્હીમાં અટલજીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને લોકોની ભીડ જામી હતી. દિલ્હીના યમુના નદીના પાસે આવેલા સ્મૃતિ સ્થળ પર સાંજે ચાર વાગ્યે અટલજીની અંતિમ વિધિ થશે.

અટલજીના સ્મારક માટે 1.5 એકર જમીનની ફાળવણી કરાઇ છે. પાર્ટી તરફથી અંતિમ વિદાય અપાયા બાદ 1 વાગ્યે વાજપેયીજીની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. અંતિમ યાત્રામાં શ્રીલંકાના વિદેશ પ્રધાન, નેપાળ અને બાંગ્લાદેશના નાણા પ્રધાન જોડાશે. 4 વાગ્યે સ્મૃતિ સ્થળ ખાતે વાજપેયીજીના અંતિમ સંસ્કાર કરવામા આવશે. અંતિમ સંસ્કારના સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરી દેવાયા છે. સુરક્ષા માટે ખાસ એસપીજીને જવાબદારી સોંપાઇ છે. સ્મૃતિ સ્થળ રાજઘાટથી તદન નજીક છે..અંતિમ યાત્રા સમયે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે દિલ્હીમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળના જવાનોની તૈનાતી કરી દેવાઈ છે.

અટલજીના અંતિમ દર્શન માટે ગઈ કાલે મોડી રાતે સુધી અને આજે વહેલી સવારથી જ ઘરની બહાર લાંબી લાઈન જોવા મળી રહી હતી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ શુક્રવારે અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન મોદી,  યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

બીજેપી હેડક્વાર્ટરથી રાજઘાટ સુધીની થશે અંતિમ યાત્રા

બપોરે એક વાગે અટલજીની અંતિમ યાત્રા શરૂ થશે, જે રાજઘાટ સુધી જશે. ત્યાં મહાત્મા ગાંધીના સ્મૃતિ સ્થળ નજીક 4 વાગે અટલજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. વાજપેયીજીની અંતિમ યાત્રા ભાજપના મુખ્યાલયથી દીનદયાલ ઉપાધ્યાય માર્ગ થીને આઈટીઓ અને ત્યાંતી રાજઘાટપર આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર પહોંચશે. ભાજપ મુખ્યાલયથી અહીંનું અંતર અંદાજે પાંચ કિમી સુધીનું છે. બપોરે 4 વાગે અટલજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

Related posts

N95 માસ્ક્સ અને પીપીઈ કીટ્સના નામે એક લાખ રૂપિયાનું બિલ બનાવતી હોસ્પિટલો, ચલાવે છે ઉઘાડી લૂંટ

Bansari

રાહુલ ગાંધીને તો કોંગ્રેસના સીએમ પણ ગંભીરતાથી લેતા નથી, ફરી આ ભાજપની નેતાએ ભડકો કર્યો

Arohi

દિલ્હી ટોપ-3 માં પહોંચ્યા બાદ કેજરીવાલ સુધરી ગયા, લોકડાઉનમાં મોદીને નાકમાં દમ લાવનાર હવે આપી રહ્યાં છે આ સલાહ

Karan
Do NOT follow this link or you will be banned from the site!