GSTV
Home » News » મહાત્મા ગાંધી બાદ પહેલીવાર કોઈ રાજકીય નેતાને મળ્યું અાટલું મોટું સન્માન

મહાત્મા ગાંધી બાદ પહેલીવાર કોઈ રાજકીય નેતાને મળ્યું અાટલું મોટું સન્માન

દિલ્હીમાં અટલજીને રાજકીય સન્માન સાથે ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો છે.  પહેલીવાર મહાત્મા ગાંધી બાદ કોઈ નેતાને તોપ ગાડીમાં લઈ જવાયા છે. અટલજીને રાજકીય સન્માન આપવા માટે સેનાની ત્રણેય પાંખ હાજર રહી હતી.  અટલજીની અંતિમ યાત્રામાં જોડાયેલા લોકોએ અટલજી અમર રહેના નારા લગાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. આજે સવારે અટલજીના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

 દિલ્હીમાં અટલજીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને લોકોની ભીડ જામી હતી… દિલ્હીના યમુના નદીના પાસે આવેલા સ્મૃતિ સ્થળ પર સાંજે ચાર વાગ્યે અટલજીની અંતિમ વિધિ થશે… અટલજીના સ્મારક માટે 1.5 એકર જમીનની ફાળવણી કરાઇ છે. પાર્ટી તરફથી અંતિમ વિદાય અપાયા બાદ 1 વાગ્યે વાજપેયીજીની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. અંતિમ યાત્રામાં શ્રીલંકાના વિદેશ પ્રધાન, નેપાળ અને બાંગ્લાદેશના નાણા પ્રધાન જોડાશે.

4 વાગ્યે સ્મૃતિ સ્થળ ખાતે વાજપેયીજીના અંતિમ સંસ્કાર કરવામા આવશે. અંતિમ સંસ્કારના સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરી દેવાયા છે. સુરક્ષા માટે ખાસ એસપીજીને જવાબદારી સોંપાઇ છે. સ્મૃતિ સ્થળ રાજઘાટથી તદન નજીક છે..અંતિમ યાત્રા સમયે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે દિલ્હીમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળના જવાનોની તૈનાતી કરી દેવાઈ છે..

Related posts

દિલ્લીની મેટ્રોમાં એક વાર ફરી પ્રેમી યુગલનો kiss કરતો વીડિયો થયો વાયરલ

Dharika Jansari

ધર્મના આધારે નાગરિકતા બિલને મંજૂરી ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’ બનાવશે : થરૂર

Mayur

આજે લોકસભામાં રમખાણ થવાની શક્યતા વચ્ચે અમિત શાહ નાગરિકતા બિલ રજુ કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!