પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનથી દેશ આખો શોકમગ્ન છે. ત્યારે અભિનેતા શાહરૂખ ખાને પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કરતા કહ્યુ કે, ‘મને તેમને મળવાની તક પ્રાપ્ત થઈ હતી અને અમે કવિતા, ફિલ્મ, રાજકારણ અને પોતાના ઘૂંટણના દુ:ખાવા વિશે વાતચીત કરી સમય પસાર કર્યો હતો. તેણે કહ્યુ કે હું ભાગ્યશાળી છે કે, તેમણે મારી જિંદગીને પ્રભાવિત કરી, ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
શાહરૂખ ખાને ટ્વિટ કરીને લખ્યું કે મારા પિતાજી મને દિલ્હીમાં થનારા અટલજીના ભાષણો સંભળાવવા માટે લઈ જતા હતાં. વર્ષો બાદ મને તેમને મળવાની તક મળી. મેં તેમની સાથે કવિતા, ફિલ્મ, રાજકારણ અને તેમના ઘૂંટણના દુ:ખાવા અંગે લાંબી વાતચીત કરી. મને તેમની કવિતા પડદા પર દેખાડવાની તક મળી. તેમને ઘરમાં બાપજી કહીને બોલાવવામાં આવતા હતાં. તેમનું જવું એ એક પિતા તુલ્ય સંબંધનું અને એક મહાન નેતાના જવા જેવું છે. મેં મારા બાળપણનો એક ભાગ ગુમાવ્યો. હું તમારા હસતાં ચહેરાને મિસ કરીશ બાપજી.

For The Poet Prime Minister of our country, love you Baapji…https://t.co/IKTYouMdiy pic.twitter.com/kLO4JAHvNu
— Shah Rukh Khan (@iamsrk) August 16, 2018
શાહરૂખ ખાન ઉપરાંત બોલિવૂડના અનેક સિતારાઓએ પણ અટલજીના નિધનને દેશની મોટી ખોટ ગણાવી. આ અવસરે બોલિવૂડના અનેક સિતારા અટલ બિહારી વાજપેયીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે હું અટલ બિહારી વાજપેયી જેવા મહાન નેતાના નિધનથી ખુબ દુ:ખી છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.
અટલજીની કેટલીક કવિતાઓનું ફિલ્માંકન હિન્દી ફિલ્મોમાં પણ કરવામાં આવ્યું છે. તેમાંથી એક છે કે ‘ક્યા ખોયા ક્યા પાયા જગ મે.’ વાજપેયીજીની આ કવિતાથી સૌકોઇ વાકેફ છે. તેમની આ કવિતાને વર્ષ 1999માં અભિનેતા શાહરૂખ ખાન પર ફિલ્માવવામાં આવી છે. ‘ક્યા ખોયા ક્યા પાયા જગ મે’ કવિતાને જાણીતા ગાયક જગજીત સિંહે પોતાનો સુંદર કંઠ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ‘ક્યા ખોયા ક્યા પાયા જગ મે.’ કવિતાના વિડિયોની વાત કરીએ તો જીવનના અનેક પાસાઓને સમજાવતી આ કવિતાના વિડિયોની શરૂઆતમાં જ વાજપેયીને દર્શાવવામાં આવ્યાં છે. તે પછી શાહરૂખ ખાન અને વાજપેયીજીની અનેક તસવીરો જોવા મળે છે. વાજપેયીજીની આ કવિતાના વિડિયોને સારેગામા ગઝલે પોતાના યુટ્યૂબ ચેનલ પર શેર કરી છે.