GSTV
Home » News » જન્મદિવસ વિશેષ: જ્યારે અટલજી માટે દીલિપ કુમારે લગાવી દીધી પાકિસ્તાનના પીએમની ક્લાસ, જાણો મજેદાર કિસ્સો

જન્મદિવસ વિશેષ: જ્યારે અટલજી માટે દીલિપ કુમારે લગાવી દીધી પાકિસ્તાનના પીએમની ક્લાસ, જાણો મજેદાર કિસ્સો

પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે. અટલજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. આ વર્ષે 16 ઓગસ્ટના રોજ અટલજીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. અટલજી એક એવું વ્યક્તિત્વ છે જેનું જીવન નિર્વિવાદ રહ્યું. પોતાના કાર્યકાળમાં અટલજી પર વ્યક્તિગત કોઇપણ પ્રકારના આરોપ લાગ્યા નથી. જણાવી દઇએ કે અટલજી દિગ્ગજ બોલીવુડ એક્ટર દીલીપ કુમારના ખૂબ જ નજીક રહ્યાં.

વાજપેયીજી અને દિલીપકુમારના સંબંધ ખૂબ સારા રહ્યા છે. આ જ કારણ છે કે દિલીપ કુમારે અટલ બિહારી વાજપેયી માટે તત્કાલિન પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ખરીખોટી સંભળાવી હતી.

હકીકતમાં આ કિસ્સો તે સમયનો છે જ્યારે અટલ બિહારી વાજપેયીની 1999ની લાહોર યાત્રામાં ઘોષણા પત્ર સાથે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે હવે બંને દેશોના સંબંધો સારા થઇ શકે છે. વાજપેયીની યાત્રા દરમિયાન પાકિસ્તાનના અનેટ કટ્ટરપંથી સંગઠનોએ વિરોધ પણ કર્યો હતો. પરંતુ આ મિત્રતા બંને દેશો વચ્ચે ટકી ન શકી. પાકિસ્તાનના નવનિયુક્ત સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફની શરણ પર કારગિલમાં ઘુસણખોરી શરૂ થઇ ગઇ અને સ્થિતી ફરીથી તણાવપૂર્ણ બની હતી.

આ કારણે અટલજી પરવેઝ મુશર્રફ અને પીએમ નવાઝ શરિફથી ખૂબ જ નારાજ હતા, અને એક દિવસ તેમણે પોતાના મિત્ર દિલીપ કુમાર સમક્ષ આ અંગેનો ઉલ્લેખ કર્યો હતો. તે પછી દિલીપ કુમારે પોતે વડા પ્રધાન નવાઝ શરીફ સાથે વાત કરી હતી.


બન્યું એવું કે અટલજીએ શરીફને ફરિયાદ સાથે ફોન કર્યો અને તે પછી તેમની પાસે બેઠેલા દિલિપ કુમાર સાથે પણ વાત કરાવી. દિલિપનો અવાજ સાંભળીને શરીફ પણ ડરી ગયાં પરંતુ દિલિપે બોલવાનું ચાલુ રાખ્યું. તેમણે કહ્યું કે, મિંયા સાહેબ, તમે હંમેશા અમનના મોટા સમર્થક હોવાનો દાવો કર્યો છે તેથી અમે તમારી પાસેથી જંગની આશા નથી રાખતાં. તણાવની સ્થિતીમાં ભારતીય મુસ્લિમો ખૂબ જ અસુરક્ષિત બની જાય છે. તેથી સ્થિતીને કાબૂ કરવાની મહેરબાની કરો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદે કસુરીએ પોતાના પુસ્તકમાં ‘નીધર અ હૉક નોર અ ડવ’ માં દિલીપ કુમારના આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.

Read Also

Related posts

ચિદમ્બરમ બાદ જેલમાં બંધ આ નેતાને મળવા પહોંચ્યા સોનિયા, કોંગ્રેસે કહ્યું ‘એકજૂટતા દર્શાવવા.’

Bansari

પ્રધાનમંત્રી બીજી વખત આ સંમેલનમાં ભાગ નહીં લે, આ વ્યક્તિ કરી શકે છે ભારતનું પ્રતિનિધિત્વ

Bansari

મલાઈકાની બર્થડે પાર્ટીમાં ગર્લગેંગ સાથે એન્જોય કરતો જોવા મળ્યો અર્જુન કપૂર

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!