GSTV
Home » News » કોંગ્રેસનું મહાગઠબંધન છે આ નેતાની કોપી, જેણે BJPને પહોંચાડ્યું શૂન્યથી શીખર પર

કોંગ્રેસનું મહાગઠબંધન છે આ નેતાની કોપી, જેણે BJPને પહોંચાડ્યું શૂન્યથી શીખર પર

mahagathbandhan

દેશમાં હાલ એવી પરિસ્થિતિ છે કે કોંગ્રેસ અને ભાજપ બન્ને ગઠબંધનના સહારે સત્તાના સિંહાસન પર પહોંચવા માટેના પ્રયત્નો કરી રહી છે. દેશમાં ગઠબંધનની રાજનીતિ 1977માં જ શરૂ થઈ ગઈ હતી પરંતુ તેને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ અસફળ બનાવી. વાજપેયીએ 24 દળોને સાથે રાખીને રાષ્ટ્રીય જનતંત્રીક ગઠબંધન એટલેકે એનડીએની રચના કરી અને પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી. અટલજીની આ ઉપલબ્ધી એટલા માટે ખાસ હતી કારણકે આ પહેલા કોઈ પણ ગઠબંધનની સરકાર પાંચ વર્ષનો પોતાનો કાર્યકાળ પુરો કરી શકી ન હતી.

1998માં એનડીએની રચના

અટલ બિહારી વાજપેયીએ બીજેપીને શૂન્યથી શિખર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. બીજેપીના નેતૃત્વમાં મેં 1998માં એનડીએની રચના કરી. બીન કોંગ્રેસી સરકારની રચનાની દિશામાં આ પહેલુ પગલુ હતું. પરંતુ જયલલિતાએ સમર્થન પાછુ ખેચી લેતા એક વર્ષમાં જ આ ગઠબંધન ટૂંટી ગયુ હતું.

ત્યારબાદ વર્ષ 1999માં અટલ બિહારી વાજપેયીએ નવા દળો સાથે મળીને ગઠબંધન કર્યું અને પ્રધાનમંત્રી બન્યા. આ વખતે એનડીએમાં લગભગ 24 દળોનો સમાવેશ થયો હતો અને તેમણે પાંચ વર્ષ સરકાર ચલાવી. જોકે 2004માં લોકસભા ચૂંટણીમાં એનડીએને હાર મળી હતી.

બીજેપીના માર્ગે કોંગ્રેસ

વાજપેયીના ગઠબંધનો માર્ગ કોંગ્રેસે અપનાવ્યો. 2004ની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીએ ધણા દળો સાથે મળીને કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન યુપીએની રચના કરી. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ દસ વર્ષ દેશની સત્તા પર બિરાજમાન રહી પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેરમાં મોટી હારનો સામનો કરવો પડ્યો.

હવે ફરી એક વખત દેશમાં કોંગ્રેસના નેતૃત્વમાં મહાગઠબંધન થઈ રહ્યું છે. જેમાં હાલમાં જ એનડીએનો સાથ છોડીને આવેલા ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએલએસપી અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંન્દ્રબાબુ નાયડૂની પાર્ટી ટીડીપી શામેલ થઈ છે. જ્યારે બીજી તરફ બીજેપીના નેતૃત્વ વાળી એનડીએમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહયોગી દળને સાથે લઈને ચાલવાની કોશિશ કરી રહ્યા છે.

જોકે વાજપેયીની સરકારમાં બીજેપીના નેતૃત્વ વાળી એનડીએની કમાન હંમેશા સહયોગી દળો પાસે રહી છે. એનડીએના સંયોજકની જવાબદારી પહેલા જોર્જ ફર્નાડીઝ, પછી શરદ યાદવ અને ચંદ્રબાબુ જેવા નેતાએ સંભાળી હતી. તેજ કારણ હતું કે એનડીએની સરકાર પાંચ વર્ષ સુધી સફળતાપૂર્વક ચાલી હતી.

Read Also

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય કાર્યક્રમના જંગી ખર્ચને લઇને સરકાર સામે ઉઠ્યા સવાલો

Nilesh Jethva

આ અજીબોગરીબ ફરમાનને લઈને વિવાદ વધતા કમલનાથ સરકારે નમતું જોખ્યું

Nilesh Jethva

આતંકવાદ પર પાકિસ્તાનને મોટો ઝટકો, ગ્રે લિસ્ટમાં રાખવાની સાથે FATFએ આપી આ ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!