GSTV

જ્યારે અટલજીની ઉદારવાદી છબી, ભાજપને રાજકીય મજબૂતી નહોતી આપી રહી !

Last Updated on August 20, 2019 by Alap Ramani

ઈન્દિરા ગાંધીના નિધન બાદ દેશની રાજનીતિ પડખું ફેરવી રહી હતી. ઈન્દિરા ગાંધીના નિધનથી દેશભરમાં પેદા થયેલા સિમ્પથી વેવમાં રાજીવ ગાંધીની આગેવાનીવાળી કોંગ્રેસ 404 બેઠકો સાથે સત્તામાં આવી હતી. તેની સાથે ભાજપમાં 1986થી શરૂ થયેલા અડવાણી યુગમાં પાર્ટીએ હિંદુત્વ અને શાહબાનો કેસ મામલે મુસ્લિમ તુષ્ટિકરણની આક્રમક રાજનીતિના તબક્કામાં પ્રવેશ કર્યો અને રામરથ પર સવાર થવાનો નિર્ણય કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ એવો તબક્કો હતો કે જ્યારે વીએચપીએ અયોધ્યામાં રામજન્મભૂમિ આંદોલન શરૂ કર્યું હતું અને રામજન્મભૂમિના તાળા ખુલવાની પ્રતિક્રિયામાં બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના પણ થઈ ચુકી હતી.

ભાજપ પર આરએસએસનો વરદહસ્ત હોવાની વાત કોઈનાથી છૂપી નથી. અટલજીની ઉદારવાદી છબી ભાજપને રાજકીય મજબૂતી આપી રહી ન હતી. તેવામાં 1986માં ભાજપના આક્રમક નેતા લાલકૃષ્ણ અડવાણીને પાર્ટીનું નેતૃત્વ મળ્યું હતું. 1987માં આરએસએસના તત્કાલિન સરસંઘચાલક બાલાસાહેબ દેવરસ સાથે અટલ અને અડવાણીની બેઠક યોજાઈ હતી. બાદમાં કોંગ્રેસને પરાજિત કરવાનો માર્ગ રામમંદિર આંદોલનમાં નીકળશે તેવું નિર્ધારીત થયું હતું.

કહેવામાં આવે છે કે અટલજી આ માર્ગ પર ચાલવા માટે સંપૂર્ણપણે તૈયાર ન હતા. આખરે પાર્ટીના નિર્ણયને શિરોમાન્ય કરાયો હતો. 1989માં ભાજપે વિશ્વ હિંદુ પરિષદના રામમંદિર આંદોલનને ઔપચારીક ટેકો જાહેર કર્યો અને રામજન્મભૂમિ મામલે રાષ્ટ્રવ્યાપી આંદોલનની શરૂઆત થઈ હતી. અડવાણીના નેતૃત્વમાં ભાજપે ઉગ્ર હિંદુત્વના તબક્કામાં પ્રવેશ કરીને કેન્દ્રમાં સત્તા મેળવવા માટે ટેક-ઓફ સ્ટેજમાં પ્રવેશ કર્યો હતો.

Related posts

50 હજાર રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, 5 લાખ સુધી થશે કમાણી; સરકાર આપશે 40% સબસિડી

Damini Patel

મહામારી/ આ છે Omicron Variantના 3 સૌથી મોટા લક્ષણો, કોરોનાના અન્ય સ્ટ્રેનથી બિલકુલ અલગ

Bansari

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!