GSTV

મોટી ખબર/ કોરોના કાળમાં નોકરી ગુમાવનારાઓને 30 જૂન 2021 સુધી મળશે આ સરકારી સ્કીમનો લાભ, આ રીતે ચેક કરો તમારુ નામ

કોરોના

Last Updated on September 18, 2020 by Bansari

કોરોના વાયરસ સંક્રમણના પગલે બેરોજગાર થયેલા લોકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજના (Atal Beemit Vyakti Kalyan Yojana) અંતર્ગત રાહત વધારવાના નિર્ણયને સૂચિત કરી દીધો છે. સરકારે અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે સમયગાળાને વધારીને 30 જૂન 2021 કરી દીધી છે. તેનાથી કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)માં રજીસ્ટર્ડ કામદારોને 50 ટકા અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ મળશે. સરકારના આ નિર્ણયથી 40 લાખથી વધુ કામદારોને ફાયદો થશે.

આ લોકોને મળશે સ્કીમનો લાભ

અટલ વીમિત કલ્યાણ યોજના અંતર્ગત રોજગાર ગુમાવનાર કર્મચારીઓને સરકાર તરફથી આર્થિક મદદ મળે છે. આ એક રીતે બેરોજગારી ભથ્થુ હોય છે, જેને લોભ તે કર્મચારીઓને મળે છે જે ESI સ્કીમ અંતર્ગત કવર છે. એટલે કે તેમના માસિક વેતનમાંથી ESI ફાળો કપાય છે.

સરકારે નિયમો અનુસાર કોરોના સંકટમાં નોકરી ગુમાવનાર ઔદ્યોગિક કામદારોને ત્રણ મહિના સુધી 50 ટકા સેલરી અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ રૂપે આપવામાં આવશે. આ ફાયદો તે કામદારોને મળશે જેમણે આ વર્ષે 24 માર્ચથી 31 ડિસેમ્બર સુધીમાં નોકરી ગુમાવી હોય. પહેલા આ સ્કીમને 31 ડિસેમ્બર 2020 સુધી આગળ વધારવામાં આવી હતી પરંતુ હવે તેનો ફાયદો જૂન 2021 સુધી લઇ શકાશે. 23 માર્ચ 2020એ અથવા તેની પહેલા અને 1 જાન્યુઆરી 2021 અથવા તો તે બાદ બેરોજગાર થયેલા વીમિત વ્યક્તિઓ માટે અટલ વીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાની વાસ્તવિકતા પાત્રતા શરતો લાગુ થશે.

કોરોના

આ વ્યક્તિઓને નહી મળે લાભ

ભલે કોઇ વ્યક્તિ ESICથી વીમિત હોય પરંતુ કોઇ ખોટા વ્યવહારના કારણે તેને કંપનીમાંથી કાઢવામાં આવ્યો હોય, વ્યક્તિ પર ગુનાહિત મુકદમો હોય, અથવા વ્યક્તિએ રિટાયરમેન્ટની તારીખ પહેલા રિટાયરમેન્ટ લીધુ હોય તો તેને આ યોજનાનો લાભ નહી મળે.

સ્કીમનો લાભ મેળવવા આ શરતોનું કરવુ પડશે પાલન

વીમિત વ્યક્તિએ નોકરી ગુમાવ્યા પહેલા ઓછામાં ઓછા 2 વર્ષ નોકરી કરી હોય અને ફાળાના સમયગાળામાં ઓછામાં ઓછા 78 દિવસ ફાળો આપ્યો હોય. પીડિત વ્યક્તિને ક્લેમ નોકરી ગુમાવ્યાના 30 દિવસની અંદર કરવાનો રહેશે. તેના માટે ક્લેમ ફોર્મને સીધા ESIC બ્રાન્ચ કાર્યાલયને ઓનલાઇન સબમિટ કરી શકાય છે. આ સાથે જ ESICની વેબસાઇટ પર જઇને અટલ વીમિત કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મ મળ્યાના 15 દિવસની અંદર ક્લેમના રૂપિયા વ્યક્તિના બેન્ક ખાતામાં આવી જશે. વ્યક્તિની ઓળખ માટે આધારનો ઉપયોગ થશે.

Read Also

Related posts

ભારતમાં તેજીથી વધી રહ્યું છે ઓરલ કેન્સર, દર કલાકે 5 લોકો જીવ ગુમાવી રહ્યા, એક્સપર્ટ પાસે જાણો કેવી રીતે બચી શકાય

Damini Patel

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ જાહેર, કંપનીનો નફો 38 ટકા વધી વિક્રમી રૂ 17703 કરોડ

Damini Patel

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ/ બોપલ-વેજલપુર સહિત આ વિસ્તારોમાં ગયાં તો કોરોના સાથે લઇને આવશો, એક સાથે આ 18 સ્થળોને માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!