GSTV

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

Last Updated on August 4, 2021 by pratik shah

દિગ્ગજ વાહન નિર્માણ કંપની TATAએ આજે પોતાની નવી કાર Tata Tiago NRGને ઓફિશિયલી ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ કારના મેન્યુઅલ ટ્રાન્સમિશન વાળા વેરિએન્ટની કિંમત 6.75 લાખ રૂપિયા અને AMT વર્ઝનની કિંમત 7.09 લાખ રૂપિયા એક્સ- શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. આ કાર ટિયાગો હેચબેક પર બેઝ છે. પરંતુ લુક ઘણો સ્પોર્ટી છે.

ટાટા મોટર્સ એ વાતની આશા કરી રહી છે કે આ કારનું એક્સટીરિયર અને કેબિન ફક્તગ્રાહકોને આકર્ષિતકરવામાં સફળ રહેશે પરંતુ ખરીદદારોને પણ લઈને આવશે. કંપનીના માર્કેટીંગ અને કસ્ટમર કેરના વાઈસ પ્રેસિડેન્ટ રંજન અમ્બાએ જણાવ્યું કે આ કારનું ના તો એક્સટીરિયર સારું છે પરંતુ ઈંટીરિયર પણ બહુજ સારા ફિચર્સથી લોડેડ છે, અને સ્ટાઈલિશ પણ દેખાય છે. તેની સાથે તેમાં ઉબડ-ખાબડ રસ્તા પર ચાલવાની ક્ષમતા છે.

ઉબડ-ખાબડ રસ્તા પર ચાલવાની ક્ષમતા

Tata Tiago NRGનું એક્સટીરિયર


આ કાર ગ્રીન એક્સટીરિયર હ્યુની સાથે બ્લેક રૂફની સાથે આવશે. જેમાં ચારો તરફ બોડી ફ્લેડિંગ આપવામાં આવી છે, આ સાથે તેમાં રૂફ રેલ્સ(કેવલ) અને ફોક્સ સિલ્વર સ્કિડ પ્લેટ્સ પણ આપવામાં આવ્યા છે, આ સિવાય તેનું OVRM કાળા રંગનું છે.ટાટા ટિયાગો એનઆરજીમાં 181mmનું ગ્રાઉન્ડ ક્લીયરેન્સ છે, અને તેમાં 15 ઈંચના એલોય વ્હિલ્સ લગાવામાં આવ્યા છે. આ સાથેતેમાં રી-ટ્યૂન્ડ ડ્યુઅલ પાથ સસ્પેશન મળે છે. જેના કારણે તૂટેલા રોડ પર સારી રીતે કાર ચલાવવામાં આવી શકે છે.કંપનીએ ચાર રંગોમાં રજુ કરવામાં આવે છે. જેમાં ફોરોસ્ટા ગ્રીન, સ્નો વ્હાઈટ, ફાયર રેડ અને ક્લાઉડી ગ્રે શામેલ છે.

Tata Tiago NRGનું કેબિન

કારની અંદરની વાત કરે તો તેમાં ઘણી વસ્તું જોડવામાં આવી છે.જેમાં રિયર-વ્યૂ કેમેરા, એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ બટન અને સાત ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. જે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ સાથે આવે છે. ચારકોલ બ્લેક થીમ કેબિનને ખૂબ સુંદર બનાવે છે. આ સાથે, હર્મન કાર્ડનની સાથે સ્પીકર્સ લગાવવામાં આવ્યા છે અને ડ્રાઈવરનું ડિસ્પ્લે ડિજિટલ છે.

Tata Tiago NRGનું એન્જિન

Tata Tiago NRGમાં 1.2 લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે, જે 85bhpની પાવર જનરેટ કરે છે, અને મેન્યુઅલ અને AMT ટ્રાન્સમિશનની સાથે આવે છે.તેના સેફ્ટી ફિચર્સની વાત કરે તો તેમાં ડ્યુઅલ-ફ્રન્ટ એરબેગ, રિવર્સ પાર્કિંગ સેંસર અને કેમેરા, ફોલોમી- લેપ વગેરે જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કારને ગ્લોબલ NCAP ટેસ્ટમાં પહેલાજ 4- સ્ટાર રેટીંગ મળી ચૂક્યા છે.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!