Last Updated on February 20, 2021 by Pravin Makwana
પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 11માં દિવસે પણ વધારા સાથે કુદકેને ભૂસકે ભાવ વધી રહ્યા છે. ત્યારે આવા સમયે તમિલનાડૂમાં એક કપલ્સને તેમના મિત્રોએ લગ્નમાં અનોખી ગિફ્ટ આપી છે. કોઈએ પેટ્રોલનું એક કેન, કોઈએ ગેસ સિલિન્ડર અને કોઈ તો ડુંગળી પણ આપી છે.
લગ્નમાં આ રીતે અનોખી ગિફ્ટ આપનારા મિત્રોનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આપ કપલ્સની સાથે મહેમાનોને પણ જોઈ શકો છો. મહેમાનોના હાથમાં પેટ્રોલ, ગૈસ સિલિન્ડર અને ડુંગળીની માળા જોવા મળે છે. સાથે જ સ્ટેજ પર ઉભા ઉભા પોઝ આપી રહ્યા છે. આ વીડિયોમાં દરેક લોક ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે, દુલ્હન પોતાનું હાસ્ય રોકી શકતી નથી.
Couple gets Petrol, Gas Cylinder and Onions as a Wedding Gift in Tamilnadu. pic.twitter.com/IWxqDRXy1s
— बेरोजगार मनराज सिंह (@manraj_mokha) February 18, 2021
વીડિયો શેર કરતા એક યુઝર્સે કૈપ્શનમાં લખ્યુ છે કે, તમિલનાડૂમાં એક કપલ્સને લગ્નમાં ગિફ્ટ તરીકે મળ્યું પેટ્રોલ, ગૈસ સિલિંડર અને ડુંગળી. 45 સેકન્ડનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 હજારથી વધારે વખત જોવાયો છે. સાથે જ લોકો તેના પર ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે.
READ ALSO
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
