GSTV
Home » News » રાહુલ ગાંધીનું નિવેદન, નોટબંધી વખતે મોદીએ મંત્રીઓને પુરી દીધા જાણો શા માટે?

રાહુલ ગાંધીનું નિવેદન, નોટબંધી વખતે મોદીએ મંત્રીઓને પુરી દીધા જાણો શા માટે?

લોકસભાની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે હિમાચલ પ્રદેશના સોલનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સભાને સંબોધન કરતી વખતે સનસની ખેજ આક્ષેપ મુકતા કહ્યુ હતુ કે, નોટબંધીનો નિર્ણય લાગુ કરતી વખતે પીએમ મોદીએ કેબિનેટના મંત્રીઓને રેસકોર્ડ રોડ પર તાળુ મારીને પુરી દીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આ વાત સાચી છે. મારી સિક્યુરિટીમાં તૈનાત એસપીજી જવાનોએ જ મને આ વાત કરી હતી.

રાહુલ ગાંધીએ મોદી પર હુમલો કરતા કહ્યુ હતુ કે, પીએણ મોદીનો ટીવી પર ઈન્ટરવ્યૂ લેવાતા પહેલા તેમને સવાલો આપવામાં આવે છે. દેશમાં બેરોજગારીની સમસ્યા છે ત્યારે મોદી કહે છે કે, હું ઝાડ પર ચઢીને કેરી ખાતો હતો. પીએમ મોદી કઈ દુનિયામાં જીવી રહ્યા છે .

તેમણે કહ્યુ હતુ કે, બાલાકોટમાં એટેક કરતી વખતે પીએમ મોદીએ વાયુસેનાને કહ્યુ હતુ કે, વાદળોના કારણે ફાયદો થશે.પાકિસ્તાનના રડારમાં આપણા વિમાન નહી દેખાય. શું વાદળ આવવાથી પ્લેન ગાયબ થઈ જાય છે? હકીકત એ છે કે, ભારતના પીએમને કશી ખબર પડતી નથી પણ પ્રેસવાળા મને પૂછે છે કે, ખેડૂતો અંગે જણાવો અને મોદીને કેરી કેવી રીતે ખાવી અને કુર્તો કેવી રીતે પહેરવો તેવા સવાલો પૂછે છે. પીએમ મોદીએ શહીદોના લોહીનો રાજકીય ઉપયોગ કર્યો છે. હું શહીદોના ઘરે જઈને આવ્યો છું એટલે દિલમાં જે છે તે બોલી નાંખ્યુ છે.

READ ALSO

Related posts

ગુજરાત પોલીસનો અનોખો નુસખો, પોલીસ પણ રંગબેરંગી લાઈટથી હશે સજ્જ

pratik shah

સરકારની દિવાળી બગડી જાય તેવા આવ્યા સમાચાર, દેશમાં 2008 કરતાં પણ ભયંકર મંદી આવશે

Dharika Jansari

અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં થયો બોમ્બ બ્લાસ્ટ : 18નાં મોત, 50 ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!