રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટિકલ 370ના ખંડમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે. જેથી જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાશે. અને જમ્મુ કાશ્મીરથી લદ્દાખથી અલગ કરવામાં આવ્યુ. કાશ્મીર અને લદ્દાખને હવે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવામાં આવ્યા છે. જેથી હવે ત્યાં રાષ્ટ્રપતિ શાસન જ રહેશે. જમ્મુ કાશ્મીરને અલગ રાજ્ય બનાવવાની જગ્યાએ મોદી સરકારે તેને કેન્દ્રનો દરજ્જો આપી દીધો છે. આ સાથે જ લદ્દાખને પણ અલગ કરી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું છે. રાજ્યસભામાં અમિત શાહે આ સંકલ્પ પત્ર રજૂ કરતાની સાથે ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ ભાજપે પોતાનું સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું. જેમાં તેમણે જમ્મુ કાશ્મીરને લદ્દાખથી અલગ કરી કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવાનું જણાવ્યું હતું. પરિણામે હવે કાશ્મીર બે ભાગમાં વહેચાઈ જશે.
HM Amit Shah: Jammu and Kashmir to be a union territory with legislature and Ladakh to be union territory without legislature pic.twitter.com/nsEL5Lr15h
— ANI (@ANI) August 5, 2019
જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને છેલ્લા પાંચ દિવસથી દેશભરના લોકોની નજર ત્યાં મંડાયેલી છે. ધીમે ધીમે સેનાનો પણ ત્યાં ખડકલો કરી દેવમાં આવ્યો જેથી આતંકીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સાથે જ જમ્મુ કાશ્મીરના બે મોટા નેતા પીડીપીના મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને નજર કેદ કરવામાં આવ્યા હતા. વિપક્ષ સહિત દેશભરના લોકો મોદી સરકાર કાશ્મીર અંગે શું કરવા માગે છે તેની કાગડોળે રાહ જોઈ રહી હતી. ત્યારે આ વિશે રાજ્યસભામાં અમિત શાહે જમ્મુ કાશ્મીર અંગે જવાબ આપ્યો.

Union Home Minister Amit Shah in Rajya Sabha: I am ready for all discussions by the leader of the Opposition, the entire opposition and the members of the ruling party over Kashmir issue. I am ready to answer all questions. pic.twitter.com/AKs365vBiH
— ANI (@ANI) August 5, 2019
આ સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટિકલ 370માં ફેરફારની મંજૂરી આપી દીધી છે. જેથી હવે નવા કાશ્મીરનું સર્જન થશે. આખરે 72 વર્ષ બાદ રાજ્યસભા સદનમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
Read Also
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત