GSTV
Home » News » ભાજપના મહાસચિવે અંતે પ્રિયંકા ગાંધીની સરખામણી આ ફિલ્મ સ્ટાર સાથે કરી દીધી

ભાજપના મહાસચિવે અંતે પ્રિયંકા ગાંધીની સરખામણી આ ફિલ્મ સ્ટાર સાથે કરી દીધી

કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમા ઉતારવાની જાહેરાત કરી છે. ત્યારે આ મામલે ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યું કે, કોંગ્રેસ ચોકલેટી ચહેરો ચૂંટણી મેદાનમાં ઉતારીને લોકસભાની ચૂંટણી જીતવા માગે છે. કૈલાશ વિજયવર્ગીયે પ્રિયંકા ગાંધીની તુલના કેટરિના કેફ અને સલમાન ખાન સાથે કરી. વિજયવર્ગીયે વધુમાં જણાવ્યુ કે, કોંગ્રેસ કરીના કપુરને ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંઠણી મેદાનમાં ઉતારે. કોંગ્રેસ પાસે લોકસભાની ચૂંટણીમાં મજબૂત નેતા નથી. એટલે ચોકલેટી ચહેરાઓને ચૂંટણી મેદાનામાં ઉતારવા માગે છે. આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યા. વિજયવર્ગીયે કહ્યું કે, કોંગ્રેસને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ નથી. એટલે પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં લાવવામાં આવ્યા છે.

Related posts

Haryana Results: હરિયાણામાં મતગણતરી શરૂ, શરૂઆતના પરિણામમાં BJPને કોંગ્રેસની ટક્કર

Bansari

હરિયાણાની આ ચૂંટણીમાં ભાજપે લીધુ છે આ રિસ્ક, 2014માં આ પક્ષનો હતો સાથ

Arohi

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના જીતશે તો પણ વિખવાદ નક્કી છે, સરકાર કરતાં આ પદ માટે છે ખેંચતાણ

Karan
Do NOT follow this link or you will be banned from the site!