GSTV

ભાવનગરમાં અંતે ખેડૂતોનું આ નિવારણ થતાં ભાજપ-કોંગ્રેસ એક મંચ પર આવ્યા

ભાવનગર જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો પડતા તાલુકા મથકો પરના ખેડૂતોના ઉભા પાક સુકાય રહ્યા છે.અપૂરતા વરસાદના કારણે જમીનમાં પણ પુરતું પાણી ના હોય જેથી ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ જાય તેવી ભીતિને કારણે ખેડૂતો દ્વારા સ્થાનિક ધારાસભ્યોને આ બાબતે રજૂઆત કરી શેત્રુંજી ડેમની કેનાલ મારફતે પાણી આપવા અંગેની માંગ કરી હતી.આ માંગની યોગ્ય રજૂઆતના પગલે સરકારે શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવાનું કહેતા આજે શેત્રુજી ડેમની ડાબી તથા જમણી કેનાલ માંથી પાણી છોડવાનો પ્રારંભ થયો છે.

એક મહિના સુધી આ ડેમમાંથી કેનાલ મારફતે પાણી આપવામાં આવશે અને જેમાં રોજનું ૧૦૦ કયુસેક પાણી છોડવામાં આવશે. આજે પ્રથમ દિવસે 50 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ તકે ભાજપ-કોંગ્રેસ ભૂલી જઈ અને પાલીતાણા-તળાજાના ધારાસભ્યો ભીખાભાઈ બારૈયા તેમજ કનુભાઈ બારૈયા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.

ડેમ અધિકારીના જણાવ્યું મુજબ સરકારમાંથી સૂચના મળતા ભાવનગર શહેર માટે પીવાના પાણીનો જથ્થો અનામત રહે તેવી રીતે હાલ ડાબી-જમણી કેનાલમાં ૧૦૦-૧૦૦ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલની અપૂરતા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ બની છે. જેથી સરકારમાં કરેલી રજૂઆત બાદ સિંચાઈ મંત્રી અને મુખ્યમંત્રી દ્વારા તાકીદે આ વિસ્તારના ખેડૂતો માટે પાણી આપવાની માંગને સ્વીકરી છે તે બદલ ખેડૂતોમાં ખુશી છવાય છે. જેનાથી ઉભો સુકાય રહેલો પાક બચી જશે તેમજ ડુંગળીના વાવેતરમાં પણ ફાયદો થશે તેમજ પશુઓ માટે લીલું ઘાસ પણ ઉપલબ્ધ બનશે. હાલ સુકા ઘાસના ભાવ પણ આસમાને હોય ત્યારે સરકારનું આ પગલું અને પક્ષાપક્ષી થી દુર રહી અને ખેડૂતોના હિતમાં લેવાયેલો આ નિર્ણય ને ખેડૂતોએ આવકાર્યો છે.

આખરે જનતાના પ્રતિનિધિઓ એક બની જયારે ખેડૂતોના હિત માટે નેક કામ કરી રહ્યા છે જેને આવકાર મળી રહ્યો છે અને સદૈવ હિતકારી કાર્યો કરે તેવી લોકો આશા કરી રહ્યા છે.

Related posts

‘લૉકડાઉનનું પાલન ના કરે તેને ગોળીથી ઉડાવી દો’ આ દેશના રાષ્ટ્રપતિનું ફરમાન

Bansari

લોકડાઉનના કારણે ઘરેલુ હિંસામાં વધારો, આ રાજ્યોમાં મહિલાઓ સૌથી વધુ બની રહી ભોગ

Ankita Trada

Coronaના સંકટમાં તમે તમારા PF ખાતામાંથી કેટલા રૂપિયા ઉપાડી શકો? આ રહ્યો જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!