GSTV
Home » News » સુરત એરપોર્ટ પર 19 લાખના લિકવીડ ગોલ્ડ સાથે ઝડપાયો પ્રવાસી, અંડર ગાર્મેન્ટમાં છુપાવીને…

સુરત એરપોર્ટ પર 19 લાખના લિકવીડ ગોલ્ડ સાથે ઝડપાયો પ્રવાસી, અંડર ગાર્મેન્ટમાં છુપાવીને…

સુરત-શારજાહની ફ્લાઈટમાં અંડર ગાર્મેન્ટમાં છુપાવીને રૂ.૧૯ લાખની કિંમતના ૫૭૦ ગ્રામ લીકવીડ સોનાના જથ્થા મુંબઈવાસી શખ્શને કસ્ટમ વિભાગે સુરત એરપોર્ટ પરથી ઝડપી લીધો છે. સુરત એરપોર્ટ પરથી સુરત શારજાહ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ થવાના પગલે દાણચોરીના ઈરાદે ૨૦ લાખની કિંમત સુધીના લીકવીડ સોનાનો જથ્થો લાવનારા તત્વોને મોકળું મેદાન મળ્યું છે.

અલબત્ત સુરત એરપોર્ટના સત્તાધીશો તથા કસ્ટમ વિભાગની બાજ નજરમાં અત્યાર સુધીમાં ત્રણથી વધુ કિસ્સામાં લીકવીડ સોનાના જથ્થો લાવનાર શખ્શોને ઝડપી લેવામાં આવ્યા છે. સુરત કસ્ટમ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ મંગળવારે રાત્રે શારજાહથી આવેલી ફ્લાઈટ સુરત એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. જે દરમિયાન તેમાંથી ઉતરેલા એક શખ્શની વર્તણુંક શંકા સ્પદ જણાતા તે પ્રવાસીને સ્કેનીંગ મશીન પાસે લઈ જઈ તપાસ કરવામાં આવી હતી.

જે દરમિયાન તેના જીન્સ તથા અંડર ગાર્મેન્ટની અંદર કશું છુપાવ્યું હોવાનું બહાર આવતા અંગ ઝડતી લેવામાં આવી હતી.જે દરમિયાન મુંબઈવાસી પ્રવાસીના અંડર ગાર્મેન્ટમાંથી રૂ.૧૯ લાખની કિંમતના ૫૭૦ ગ્રામ લીકવીડ સ્વરૂપે સોનાનો જથ્થો મળી આવ્યો હતો.જેથી કસ્ટમ વિભાગે સ્મગલીંગના ઈરાદે સોનું લાવનાર પ્રવાસીને વધુ પુછપરછ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે જો દાણચોરીના ઈરાદે ૨૦ લાખથી ઓછી કિંમતના સોનાનો જથ્થો મળી આવે તો તે સંજોગોમાં પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવતી નથી.જેથી આ કાયદાની છટકબારીનો લાભ લઈને સુરત-શારજાહની ફ્લાઈટમાં માત્ર સુરત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના પ્રવાસીઓ પણ સોનાના જથ્થાની દાણચોરી કરતા હોવાની છાપ ઉપસી રહી છે.

Read Also

Related posts

દેશના આ મંત્રાલયે કર્યો અનોખો વિચાર, લોકો પાસેથી આઈડિયા અને સૂચનો આપવા જણાવ્યું

Path Shah

ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

Nilesh Jethva

આ ટ્રસ્ટ પાસેથી બેંકોએ ચિલ્લર લેવાનો કર્યો ઈન્કાર , મામલો પહોંચ્યો રીઝર્વ બેન્કે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!