એમપીમાં ભાજપના દાવથી કદાવર કોંગ્રેસ નેતા દોડ્યા, શિવરાજ સાથે કરી મીટિંગ

મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે અચાનક થયેલી મુલાકાતથી રાજનીતિક ગરમાવો જોવા મળ્યો છે. શિવરાજસિંહના નિવાસ સ્થાને બંને નેતાઓ વચ્ચે બંધ રૂમમાં અંદાજે 40 મિનિટ સુધી વાતચીત થઈ. આ મુલાકાત બાદ બંને નેતાઓ એક સાથે બહાર આવ્યા.

શિવરાજ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત ગણાવી છે. જોકે બીજી તરફ આ વાતચીત સારી રહી તેમ કહ્યું તેનાથી એ પ્રકારના સંકેત મળી રહ્યા છે કે, મધ્યપ્રદેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને આગામી લોકસભા ચૂંટણીને લઈને વાતચીત થઈ.

આ સમયે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે તેઓ પોતાની પરંપરાગત ગુના-શિવપુરી બેઠકથી ચૂંટણી લડશે. પરંતુ અટકળો એવી છે કે, ભાજપ આ બેઠકથી તેમના યશોધરા રાજે સિંધિયાને ટિકિટ આપી શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter