GSTV
Home » News » રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષી નેતાએ સ્ટોર વિભગામાં રેડ કરી, આવુ કાંઇક મળી આવતા આશ્ચર્ય!

રાજકોટ કોર્પોરેશનનાં વિપક્ષી નેતાએ સ્ટોર વિભગામાં રેડ કરી, આવુ કાંઇક મળી આવતા આશ્ચર્ય!

રાજકોટમાં સોલિડ વેસ્ટ વિભાગના સ્ટોર પર આજે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન મોટી સંખ્યામાં બિનઉપયોગી હાલતમાં કચરા પેટીઓ મળી આવી હતી. નવી કચરા પેટીઓ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી હતી. આ મામલે અધિકારી લુલો બચાવ કરતા નજરે પડ્યા હતા. અધિકારીનું કહેવું હતું કે ગોડાઉનના અભાવે કચરા પેટીઓ બહાર રાખવામાં આવી છે. કોંગ્રેસની રેડ દરમિયાન અનેક દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. આ મામલે મનપાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે રાજકોટ શહેરમાં ગદકી ફુલી ફાલી છે. તેમજ મનપા તંત્ર સફાઇનાં કામમાં ગંભીર બેદરકાર હોય તેવું સાબિત થયું છે. જો કે રાજકોટમાં મનપા તંત્રની માલિકીની જગ્યાઓમાં ખુલ્લેઆમ દારૂ પીવાતો હોય તેવું લાગી રહ્યું છે. દારૂની ખાલી બોટલો મળી આવતા તંત્રનાં સરકારી બાબુઓ ચુપકીદી સેવીને બેઠા છે. જે અનેક સવાલોને જન્મ આપે છે.

READ ALSO

Related posts

યુવકોના આ એક લક્ષણના કારણે યુવતીઓ લગ્ન માટે લે છે ‘હા’ કે ‘ના’નો નિર્ણય, જાણો શું છે ધ્યાન રાખવા જેવી બાબત

Arohi

અરૂણ જેટલીની ઈચ્છા CA બનવાની હતી પણ પિતાને જોઈ વકિલ બન્યા

Mayur

સૌરાષ્ટ્રના રોકડિયા પાક મગફળીની માવજત કેવી રીતે કરશો ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!