GSTV

સાસરીયે જતી દીકરીએ પોતાના માતા-પિતા પાસે કરિયાવરમાં એવી વસ્તું માંગી કે લોકોને મળશે નવી રાહ

કહેવત છે કે એક સારું પુસ્તક સો વ્યક્તિની ગરજ સારે છે. લગ્ન પ્રસંગે સાસરીયે જતી દીકરી પોતાના માતા-પિતા પાસે સોના-ચાંદી સહિતના આભૂષણો તેમજ સાજ શણગારની વસ્તુઓ માંગતી હોય છે. માં બાપ દીકરીની તમામ ઈચ્છાઓની પૂર્તિ પણ કરતા હોય છે. પરંતુ રાજકોટમાં એક દીકરીએ પોતાના માતાપિતા પાસે કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકોની માંગણી કરી અને પિતાએ પણ દીકરીને કરિયાવરમાં આપ્યા ગાડું ભરીને પુસ્તકો.

પહેલાના જમાનામાં જ્યારે દીકરીને સાસરીયે માતા-પિતા વળાવતા હોય ત્યારે કરિયાવર ગાડામાં મોકલવામાં આવતો.
ત્યારે આજે પણ એ જ પ્રથા રાજકોટમાં યોજાયેલ ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં પણ જોવા મળી. પુત્રી કિન્નરીબા એ તેમના માતા-પિતા પાસે કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકોની માગણી કરી. જેથી માતા-પિતાએ ગાડું ભરીને ૨૪૦૦ જેટલા પુસ્તકો દીકરીને કરિયાવરમાં આપ્યા છે.

કિન્નરી બા ઘણા સમયથી સમાજમાં જાગૃતિ આવે તે પ્રકારના કર્યો કરી રહ્યા છે. તેમના લગ્ન પ્રસંગથી પણ સમાજમાં એક સારો સંદેશ સમાજ સુધી પહોંચે. લોકોનું ભલુ થાય તે માટે તેમને તેમના માતા પિતાને કહ્યું હતું કે કરિયાવરમાં તમે મને સોના ચાંદીના દાગીના ઓછા કરો તો ચાલશે. પરંતુ મારા વજનના ભારોભાર પુસ્તકો જરૂર આપજો. જેના કારણે તેમના પિતા છેલ્લા કેટલાય સમયથી જુદા-જુદા પુસ્તકોનો સંગ્રહ કરી રહ્યા હતા. દિલ્હી કાશી બેંગ્લોર સહિતના શહેરોમાં ફરી ફરીને તેમના પિતા હરદેવસિંહે દીકરી માટે પુસ્તકો એકઠા કર્યા.

ત્યારે આ 2400 પુસ્તકો પૈકી કિન્નરી બા પોતાના સાસરે કેનેડા મનગમતા પુસ્તકો લઈને જશે. જ્યારે કે બાકીના પુસ્તકો તેઓ જુદી જુદી શાળાઓમાં ભેટ આપશે. આજે જ્યારે વાંચન વૃત્તિ આપણા સમાજમાંથી ધીમે-ધીમે દૂર થઈ રહી છે. ત્યારે કિન્નરી બા જેવા લોકો પણ છે કે જે લગ્ન પ્રસંગે કરિયાવરમાં સોનાના દાગીનાની જગ્યાએ પોતાના માતા પિતા પાસે વજનના ભારોભાર પુસ્તકની માંગણી સમાજને એક નવી રાહ ચીંધી રહ્યા છે.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!