GSTV

ગુજરાતમાં ટ્રાફિક પોલીસ માટે આવ્યા નવા નિયમો, રાજકોટ અને અમદાવાદમાં આજથી થશે અમલ

Last Updated on November 12, 2019 by Karan

વાહનોચાલકો માટે નહીં હવે ટ્રાફિક પોલીસ માટે નવા નિયમો આવ્યા છે. ઓનડ્યૂટી ટ્રાફિક પોલીસ નહીં રાખી શકે મોબાઈલ ફોન. રાજકોટ બાદ આજે અમદાવાદમાં આ નિયમ લાગુ થયો છે. ટ્રાફિક સમયે ટ્રાફિક ડ્યૂટીને બદલે કર્મચારીઓમાં ફોન પર વ્યસ્ત રહેતા હોવાની બુમરાણ બાદ ગુજરાતના 2 મેગાસીટીમાં પોલીસ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ગઈકાલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્રારા એક મોટો નિર્ણય લેવાયો હતો. જેમાં ચાલુ ફરજ દરમિયાન ટ્રાફિક બ્રિગેડ મોબાઇલ ફોન પોતાની પાસે નહીં રાખી શકે.

ઉલ્લેખનીય છે કે ફરજ દરમિયાન ટ્રાફિક બ્રિગેડ મોબાઈલમાં વ્યસ્ત હોવાની ફરિયાદો મળી હતી જે ને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય બાદ પણ જો ટ્રાફિક બ્રિગેડ ચાલુ ફરજ દરમિયાન મોબાઈલ ફોન સાથે ઝડપાશે તો તેમની સામે દંડાત્મક પગલા ભરવામાં આવશે. રાજકોટ પોલીસ બાદ આજે અમદાવાદ ડીસીપી પશ્ચિમ ટ્રાફીકે પણ આ નિર્ણય લીધો છે. ટ્રાફિક ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ, વુમન પોલીસ કોન્સ્ટેબલ, લોક રક્ષક દળ, તથા ટીઆરબી જવાન અને હોમગાર્ડના જવાનોએ ફરજ ઉપર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.

પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ

મધ્યપ્રદેશના જબલપુરમાં વોટ્સએપ પર ચેટ કરવા બદલ પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ સસ્પેન્ડ પોલીસકર્મીઓ શનિવારે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા દરમિયાન વોટ્સએપ પર ચેટ કરી રહ્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) અમિતસિંહે રવિવારે જણાવ્યું હતું કે, ફરજ પર હતા ત્યારે વ્હોટ્સએપ પર ચેટ કરવા બદલ સુરક્ષામાં તૈનાત પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પોલીસકર્મીઓને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. SP સંવેદનશીલ વિસ્તારોમાં નિરિક્ષણ કરવા નિકળ્યા હતા, તે દરમિયાન આ પોલીસ કર્મચારીઓને સોશિયલ મીડિયા પર વ્યસ્ત જોયા હતા. અયોધ્યા મામલામાં શનિવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને જોતા સાવચેતી રૂપે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સિંહે કહ્યું કે શહેરના વિવિધ વિસ્તારોમાં 2500 થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને 25 જેટલી હંગામી પોલીસ ચોકીઓ ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ જાગરૂકતાપૂર્વક આખા શહેરમાં પેટ્રોલિંગ કરી રહી છે.

અયોધ્યા કેસને લઈ સુરક્ષા-વ્યવસ્થા કડક કરાઈ હતી

જણાવી દઈએ કે શનિવારે અયોધ્યા વિવાદમાં સુપ્રિમ કોર્ટનો નિર્ણય આવ્યો હતો, જેના ધ્યાનમાં રાખી દેશભરના ઘણા રાજ્યોમાં સુરક્ષા-વ્યવસ્થા કડક કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

નવા પેટ્રોલિયમ પ્રધાને અંબાજીમાં દીકરાના નામે કર્યું આટલા લાખના સોનાનું દાન, CMના એક બાદ એક પ્રધાનો સંભાળી રહ્યાં છે ચાર્જ

Dhruv Brahmbhatt

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel

Dark circles/ આંખ નીચે બનેલ ડાર્ક સર્કલ અને પિમ્પલ્સનો ઈલાજ છે બટાકા, બસ આ રીતે કરવાનો રહેશે ઉપયોગ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!