GSTV
Home » News » એક સમયે નંબર 1 રહેલી પાર્ટી કોંગ્રેસને આ 13 રાજ્યોમાં માત્ર 1 સીટ હાથમાં આવી

એક સમયે નંબર 1 રહેલી પાર્ટી કોંગ્રેસને આ 13 રાજ્યોમાં માત્ર 1 સીટ હાથમાં આવી

લોકસભાચૂંટણીનાં મતદાન પછી જ્યારે દેશમાં અલગ અલગ એક્ઝિટપોલ આવ્યા હતા. ત્યારે તેમાં બીજેપી
અને સાથી પક્ષોને બહુમતીનું આંકલન આપ્યું હતુ. ત્યાર પછી જ્યારે 23મીએનાં રોજ જ્યારે સવારથી રૂઝાન આવતા શરૂ થયા ત્યારે બીજેપી એકલા હાથે 542 બેઠકોમાં વધારે બેઠકો પર લીડ કરતી જોવા મળી હતી. જ્યારે કોંગ્રેસ અને સાથી પક્ષો ત્યાં સુધી પહોચવામાં નિષ્ફળ રહ્યા હતા. દેશનાં અમુક રાજ્યોમાં કોંગ્રેસ પક્ષને ફક્ત એક બેઠક મળી છે.

ત્યારે હવે કોંગ્રેસને મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે. જેમાં લોકસભા-2019ની ચૂંટણીમાં કારમી પરાજય વિશે ચોક્કસપણે દિગ્ગજ નેતાઓ પણ વિચાર કરવો પડશે. જેમાં કોંગ્રેસની સભામાં પ્રિયંકાગાંધી, સોનીયા ગાંધી સહીત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. 2019માં નરેન્દ્ર મોદીનો વિજયરથ રોકવા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ મોદી મેજીક સામે કોંગ્રેસનો ફરી એક વખત કરૂણ રકાસ થયો છે. કોંગ્રેસે ઘણા સમય પહેલા જ નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીનો મજબૂત વિકલ્પ બનવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યા છે. વળી મોદી-શાહની જોડીને ટક્કર આપવા તેમની પાસે નક્કર રણનીતિનો પણ અભાવ હતો.

જ્યારે લોકસભા-2019માં દેશનાં 13 રાજ્યોમાં કોંગ્રેસ ફક્ત એક બેઠક મેળવી છે. આ તમામ રાજ્યોમાં કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. જેમાં મોદીને અટકાવવા માટે કોંગ્રેસે ટ્રમ્પ કાર્ડ તરીકે આખરી ઘડીએ પ્રિયંકા ગાંધીને પણ મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસને આશા હતી કે પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતા અને તેમનું વ્યક્તિત્વ ફરી કોંગ્રેસને સત્તા અપાવશે, પરંતુ કોંગ્રેસની આશા પર મોદી સુનામી ફરી ગઈ હતી.

ક્યા રાજ્યમાં આવી માત્ર 1 સીટ

  1. હરીયાણા 01 બેઠક
  2. છત્તીસગઢ 01 બેઠક
  3. ગોવા 01 બેઠક
  4. લક્ષ્યદ્રીપ 01 બેઠક
  5. આસામ 01 બેઠક
  6. ઉત્તર પ્રદેશ 01 બેઠક
  7. મધ્યપ્રદેશ 01 બેઠક
  8. મહારાષ્ટ્ર 01 બેઠક
  9. વેસ્ટ બેંગોલ 01 બેઠક
  10. મેઘાલય 01 બેઠક
  11. નાગાલેન્ડ 01 બેઠક
  12. પોન્ડીચેરી 01 બેઠક
  13. બિહાર 01 બેઠક

READ ALSO

Related posts

પાકિસ્તાન: કરાચીમાં 320 રૂપિયા કિલો ટામેટા, લોકો 1-2 નંગ ખરીદવા મજબૂર

Bansari

NDAમાંથી બહાર થતા શિવસેનાના તેવર બદલાયા, સંસદમાં ખેડૂતોના મુદ્દે કર્યુ પ્રદર્શન

Bansari

દરિયાકિનારે ચારેબાજુ સેંકડો મૃત પક્ષીઓ જોવા મળ્યા, વાતાવરણમાં થયેલો ફેરફાર જવાબદાર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!