GSTV
Home » News » વાહ રે વિકાસ ! અહીં ડુંગળીનો એક કિલોએ આઠઆના ભાવ

વાહ રે વિકાસ ! અહીં ડુંગળીનો એક કિલોએ આઠઆના ભાવ

ચાર આનાના સિક્કા ચલણમાંથી ખેંચાઇ ગયા અને આઠ આનાનું પણ જાણે કોઇ મૂલ્ય નથી રહ્યું. આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે નાશિક જિલ્લાના નામપૂરમાં કૃષિ ઉત્પન્ન બજારમાં વેપારીઓએ ખેડૂતો પાસેથી આઠઆનાના કિલોના ભાવે કાંદા ખરીદ્યા હતા.

લોહી-પાણી એક કરીને ઉગાડેલા કાંદાનો આટલો ઓછો ભાવ મળવાથી નારાજ થયેલા ખેડૂતોએ માલેગાંવ- તાહરાબાદ રોડ પાસે બજાર સમિતિના મુખ્ય પ્રવેશદ્વાર સામે કાંદા ઢોળી નાખીને રસ્તા-રોકો આંદોલન કર્યું હતું.

ખેડૂતોના આક્રમક વલણને પગલે કાંદાનું લીલામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પોલીસે મધ્યસ્થી કરી હતી અને બજાર સમિતિના સત્તાવાળાને ખેડૂતોને કાંદાનો યોગ્ય ભાવ આપવા જણાવ્યું હતું. સમજાવટ બાદ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

કોડીનારના સરખડી ગામના સમુદ્ર કિનારે નિર્માણાઘીન સીમર પોર્ટને એનજીટીનો મોટો ઝટકો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!