ઉત્તરપ્રદેશના હાપુડમાં ગઈ 28 એપ્રિલે પોતાને આગ લગાવનાર મહિલા દિલ્હીના એખ ખાનગી હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાઈ રહી છે. 80% ટકા સુધી બળી ગયોલી મહિલાને પહેલા પિતાએ જ વેચી દીધી હતી અને ત્યાર બાદ તેની સાથે ઘણી વખત ગેંગરેપ થયો હતો. મહિલાનું કહેવું છે કે કમસે કમસ બળી જવાના કારણે હવે તેનો ગેંગરેપ નહીં થાય.
કમસે કમ હવે નહીં થાય ગેંગરેપ
મહિલાએ જણાવ્યું હતું કે, ‘હું મરી જવા માંગુ છું. કોઈ પણ આવા દર્દમાંથી પસાર થવા ન માંગે. પરંતુ હવે કમસે કમ લોકો મારો ગેંગ રેપ નહીં કરી શકે, કારણ કે મારુ શરીર બળી ચુક્યું છે.’
મહિલાએ જણાવ્યું, ‘મારો બીજો પતિ શેતાન હતો. તે પોતાના મિત્રો સાથે મળીને મારો રેપ કરાવતો હતો. તે આવો હતો માટે બીજા લોકો પણ વિચારતા હતા કે હું આવા કામો માટે ઉપલબ્ધ છું.’ મેં ઘણી વખત પોલીસમાં ફરિયાદ કરી પરંતુ દર વખતે એમ જ કહેવામાં આવતું કે તપાસ ચાલી રહી છે. ઓક્ટોબર 2018માં મેં ફરિયાદ નોંધાવી હતી પરંતુ એપ્રિલ 2019 સુધી પણ FIR દાખલ કરાવામાં ન આવી.
મહિલાએ જણાવ્યા અનુસાર તેનો પતિ તેના જ પિતાનો મિત્ર હતો. પતિ રોજ તેને મારતો હતો અને પતિની સાથે મળીને તેનો રેપ કરાવતો હતો. તેના પિતા બે ભાઈ અને એક બહેને તેની મદદ કરવાથી ઈનકાર કરી દીધો. મહિલાના ત્રણ બાળકો છે જેમાંથી એક પહેલા પતિનો છે એક બીજા પતિનો અને જ્યારે એક રેપ બાદ જન્મો હતો.
શું છે સમગ્ર મામલો?
હોસ્પિટલમાં દાખલ મહિલાએ 28 એપ્રિલએ યુપી સ્થિત પોતાના ઘરમાં પોતાને આગ લગાવી દીધી હતી. ત્યાર બાદ મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો જેમાં તેણે પોતાની કહાણી કહી હતી. વીડિયોમાં મહિલાએ પોતાને વિધવા જણાવી હતી અને દાવો કર્યો હતો કે તેના પતિએ જ તેને ફક્ત 10 હજાર રૂપિયામાં વેચી દીધી હતી. ત્યાર બાદ ધણી વખત તેનો ગેંગ રેપ થયો હતો. મહિલા જ્યારે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા પહોંચી ત્યારે ત્યા પણ તેને નિરાશા હાથ લાગી. આમ નિરાશ થઈ ને તેણે પોતાને આગ લગાવી દીધી.
Read Also
- કાર ખરીદતા પહેલાં કન્ફ્યુઝન છે પેટ્રોલમાં ખરીદવી કે ડીઝલમાં?, તો અહીં વાચો તમારા ખિસ્સાને કંઈ ગાડી પરવડશે.
- અમદાવાદ પોલીસ હેડક્વાટરમાં 72માં પ્રજાસત્તાક દિવસની ધુમધામથી કરાઈ ઉજવણી, સૌરભ પટેલે પરેડનું કર્યુ નિરિક્ષણ
- અમદાવાદ/ શુભમ નર્સિંગ ઇન્સ્ટીટ્યુટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- રાજ્યના પાંચ લાખ વિદ્યાર્થીઓને એક સત્રની ફી માફી આપવા માંગ, ગુજરાત કોંગ્રેસે સરકારને કરી આ રજુઆત
- Photos: કડક સુરક્ષા બંદોબસ્તનાં ઉડાવી દીધા લીરેલીરા, ટ્રેક્ટર લઈને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા ખેડૂતો