GSTV
Ahmedabad ગુજરાત

ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાત યુનિવર્સિટી ૧૫ જેટલા MOU અને ૧૦૦ જેટલા સ્ટાર્ટઅપ કરશે..

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાયબ્રન્ટ સમિટમાં 15 થી16 mou અને 100 જેટલા સ્ટાર્ટઅપ કરવામાં આવશે જેમાં ગુજરાત યુનિવર્સિટી 15 થી 16 જેટલા MOU દેશ અને વિદેશની યુનિવર્સિટીઓ તેમજ અને નામાંકિત સંસ્થાઓ સાથે સાઈન કરશે. પહેલીવાર ગુજરાત યુનિવર્સિટી આ રીતના MOU સાઇન કરશે. 15 સિમ્બોલિક MOU વાઇબ્રન્ટમાં થશે. અંદાજિત 15થી 18 ડિસેમ્બર દરમિયાન આટલી મોટી સંખ્યાના MOUની પ્રક્રિયા ચાલશે. ગુજરાત યુનિવર્સિટીના ગુજસેકના ડાયરેકટર રાહુલ રામચંદાનીએ કહ્યું કે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ 100 જેટલા મહેમાનોને એજ્યુકેશન ફ્રન્ટ માટે આમંત્રિત કરશે.

આ ઉપરાંત 250 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. યુનિવર્સિટીઓ પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષતાઓ ધરાવે છે, આ સંદર્ભને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાના સંસ્થાનો જેમકે IIT, IIM સેન્ટર ઓફ એકસલન્સ આ નેશનલ લેવલે અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ખ્યાતનામ યુનિવર્સિટીઓ Cambridge, હાર્વડ, oxford ઉપરાંત રશિયા, જાપાન, ફ્રાન્સ, ઈન્ડોનેશિયા આ તમામ કન્ટ્રી સાથે 16 થી વધુ MOU સાઇન કરવા જઈ રહ્યા છીએ.

Vibrant Summit

તમામ MOU થકી ગુજરાતને એક આગવી નામના મળશે અને આત્મનિર્ભર ભારત તરફ આગળ દોરાઈશું.ત્યારે ગુજરાત યુનિવર્સિટી પ્રથમવાર બહારના સ્ટાર્ટઅપને પણ ગુજરાતમાં મદદ કરશે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપને વિદેશમાં જવા માટે એક તક પણ ઉભી કરવામાં આવી છે. ત્યારે વાઈબ્રન્ટ સમિટમાં 100જેટલા સ્ટાર્ટઅપ કરવામાં આવશે. આ ઉપરાંત 5 જાન્યુઆરી પહેલા પ્રી MOU શરૂ થશે, જેમાં વિદેશની યુનિવર્સિટીઓ જેવી કે, અસ્ટ્રા ખાન યુનિવર્સિટી રશિયા, કઝાકિસ્તાન, સુરીનામ કન્ટ્રી ઇન સાઉથ અમેરિકા, કેનીયા, ઝિમ્બાબ્વે, જાપાન, મલેશિયા, ઇન્ડોનેશિયા સહિતની 17 કન્ટ્રી સાથે ગુજરાત યુનિવર્સિટી MOU સાઈન કરશે જેમકે, હાફ 79 દુબઈ અબુધાબી, F સ્ટેશન પેરિસ, મોસ્કો એવિએશન ઇન્સ્ટિટ્યૂટશન એ બધી જગ્યાએ GUSEC ના MOU કરાશે.

રાજ્ય સરકારની સ્ટુન્ડન્ટ સ્ટાર્ટઅપ પોલીસીના કારણે અનેક વિદ્યાર્થીઓ પોતાનુ ઇચ્છાનુ કામ તો કરી જ રહ્યા છે પણ સાથે એક કંપની ઉભી કરીને અનેક યુવાઓને રોજગાર પણ આપી રહ્યા છે. સ્ટુન્ડન્ટ સ્ટાર્ટઅપથી દેશ અને દુનિયાના લોકો ગુજરાતમાં સ્ટાર્ટઅપનું પ્રમાણ વધશે અનેગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપને વિદેશમાં જવા માટે એક તક પણ ઉભી કરવામાં આવી છે.

Read Also

Related posts

શું 800 કરોડનું કૌભાંડ સરકારની મીલીભગત વગર શક્ય છે? વિપુલ ચૌધારી મુદ્દે શક્તિસિંહ ગોહિલના જોરદાર પ્રહાર  

Hemal Vegda

પંચમહાલ / શહેરાના સદાનપુરના સરપંચે પરિવાર સાથે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ, જાણો શું છે કારણ 

Hemal Vegda

અમદાવાદ / એલ.ડી. આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની દાદાગીરી, પ્રિન્સિપાલને મારવા ખૂરશી ફેંકી, અન્ય વિદ્યાર્થીઓને પણ છરી બતાવી

Hemal Vegda
GSTV