અમદાવાદના હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં ચાલતી પ્રવૃતિને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. જીએસટીવી પાસે ફરિયાદની એક્સક્લુઝિવ કોપી છે. જેમાં આશ્રમ તંત્ર દ્વારા કરાતી કામગીરીની વિગતો જોવા મળી રહી છે. કથિત રીતે ગુમ થયેલી યુવતીના પિતા જનાર્દન શર્માની ફરિયાદમાં ખુલાસો થયો હતો કે, પહેલી નવેમ્બરે અમદાવાદ આશ્રમમાં આવ્યા બાદ ફરિયાદીને બાળકો સાથે મળવા દીધા નથી.
જનાર્દન શર્મા પોતે ત્રણ વર્ષથી બેંગ્લોરમાં નિત્યાનંદ પીઠમમાં સેવા આપતા હતા. પત્ની ભુવનેશ્વરી પણ આશ્રમ સાથે સંકળાયેલા હતા. મોટી પુત્રી લોપા મુદ્રાને બે પૂર્વે બેંગ્લોરના નિત્યાનંદ આશ્રમે વિદેશ મોકલી હતી અને નંદિતા તેમજ અન્ય બે સગીર બાળકોને પરિવારને જાણ કર્યા વગર સાત-આઠ મહિનાથી અમદવાદ મોકલી આપ્યા હતા. તેમજ કોઈ વાર તહેવારે પણ આશ્રમમાંથી બહાર આવવા દેવામાં આવતા ન હતા. મોટી દિકરી છેલ્લા દોઢ વર્ષથી સંપર્કમાં ન હોવાનો પણ પિતા જનાર્દન શર્માએ આક્ષેપ લગાવ્યો છે.
આટલુ જ નહી કોઈકની સાથે વાત કરીને સ્વામીની પૂજા હવન જેવી વિધિ કરવામાં આવતી હતી. સ્વામીના ફોટા પ્રવચન વગેરે સોશિયલ મીડિયામાં શેર કરવાનો ટાર્ગેટ પણ આપવામાં આવતો હતો. કોઈ પણ સમયે ચોક્કસ વેશ ભૂષામાં તૈયાર થઈ ડાંસ કરવા માટે મજબૂર કરતા હોવાનો આક્ષેપ જનાર્દન શર્માએ લગાવ્યો છે. નિત્યાનંદની સૂચના અને આદેશ મુજબ પ્રાણપ્રિયા આ પ્રવૃતિ કરાવતી હોવાનું જનાર્દન શર્માએ ફરિયાદમાં લખ્યુ છે.
આશ્રમ કેસમાં ખુલાસા
- યુવતીના પિતા બેંગ્લોરના નિત્યાનંદ પીઠમમાં સેવાપૂજા કરી ગુજરાન ચલાવતા
- પત્ની ભુવનેશ્વરી પણ આશ્રમમાં સેવાપૂજામાં જાડાયેલી હતી
- પરિવારમાં ત્રણ પુત્રી અને એક પુત્ર જેમાં બે પુત્રીઓ વયસ્ક
- બે વર્ષ અગાઉ લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયાને વિદેશ મોકલાઈ હતી
- બેંગ્લોર સ્થિત નિત્યાનંદ આશ્રમથી વિદેશ મોકલાઈ હતી
- અન્ય એક યુવતી અને ત્રણ બાળકોને અમદાવાદ લવાયા હતા
- બેંગ્લોરથી પરિવારજનોને જાણ કર્યા વિના હીરાપુર સ્થિત આશ્રમમાં લવાયા હતા
- બાળકોને વાર તહેવારે ઘરમાં આવવા દેતા ન હતા
- આશ્રમના માણસોએ બાળકો સાથે મળવા કે લઈ જવાની મંજીરી આપી ન હતી
આશ્રમમાં અપાતો હતો ટાર્ગેટ
- યોગિની સર્વગ્ય પીઠમના નામે ચાલતી સંસ્થા સાથે યજમાનો જાડવાનો ટાર્ગેટ આપતા
- એક કરોડથી સાત કરોડ સુધીના ડોનેશન ઉઘરાવવા માટે ટાર્ગેટ આપતા
- નિત્યાનંદની સૂચનાથી હિરાપુર આશ્રમ હેડ પ્રાણ પ્રિયા કામ કરાવતી
- સ્વામીના ફોટા પ્રવચન વગેરે સોશિયલ સાઈટ પર શેર કરવાનો ટાર્ગેટ અપાતો
- કોઈ પણ સમયે તૈયાર થઈને ડાન્સ કરાવતા હતા

બાળકો સાથેના વર્તનનો ખુલાસો
- રાત દિવસ નિત્યાનંદની પ્રમોશનની એક્ટિવિટીઝ કરાવવામાં આવતી
- બાળકને શિક્ષા આપવાના નામે આશ્રમના માણસો માર મારતા
- આશ્રમના માણસો બાળકોને બિભસ્ત ગાળો પણ બોલતા
- બાળકો પાસે બાળ મજૂરી કરાવાતી હોવાનો પણ આક્ષેપ

ક્યાં રખાયા હતા બાળકો?
- નંદિતા અને અન્ય બે બાળકો પરિવારને મળે નહી તે માટે અપહરણ કરાયું
- પુષ્પક સિટી સોસાયટી મકાન નંબર ૧૦૭માં લઈ જવાયા હતા
- માં પ્રિયતત્વાની નજર હેઠળ બે અઠવાડિયા જેટલુ ગોંધી રખાયા હતા
- માતા-પિતા કે મદદ કરવાવાળાઓેને ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી અપાઈ
READ ALSO
- કંટાળ્યા હોય નોકરીથી તો, બહુ ઓછા પૈસામાં શરૂ કરો પોતાનો બિઝનેસ, થશે અઢળક કમાણી
- ખુશખબર! ટૂંક સમયમાં વધી જશે તમારી સેલરી, સરકાર EPFOના નિયમોમાં કરશે આ મોટા ફેરફાર
- કોંગ્રેસની વિધાનસભા કૂચમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ : વોટરકેનલનો મારો ચલાવવામાં આવ્યો
- GST : મોદી સરકારને સુપ્રીમ કોર્ટમાં ઘસડી જશે 7 રાજ્યો, આ છે કારણ
- Vivo V17 ભારતમાં થશે આજે લોન્ચ, તેના દમદાર ફીચર્સ અને કિંમત જાણી થશો ખુશખુશાલ