GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ભારતમાં આ કંપની વેચી રહી છે સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત જાણી ઉડી જશે હોશ

Asusએ ભારતમાં ત્રણ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. પોપુલર Asus ZenFone Max Pro M1 એટલે કે Asus Max Pro M1માં 500 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તેનો ઘટાડો બધા વેરિએન્ટ્સમા કરવામાં આવી છે. એવામાં તેની શરૂઆતની કિંમત 7,499 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે Asus Max M2ની કિંમતમાં પણ 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એવામાં ગ્રાહકો તેને હવે 7,499 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ખરીદી શકશે.

છેલ્લે Asus Max M1ની વાત કરીએ તો તેની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે તેને ભારતમાં 5,999 રૂપિયામાં ખરીદી શકો છો. Asus Max Pro M1, Asus Max M2 અને Asus Max M1ની નવી કિંમતોમાં ફિલ્પકાર્ટ પરથી ખરીદી શકશો. Asus Max Pro M1થી શરૂ કરીએ તો તેના 3GB+32GB વેરિએન્ટની કિંમત પ્રાઈસ કટ પછી 7,499 રૂપિયા થઈ ગઈ છે.

આ રીતે 4GB+64GB વેરિએન્ટની કિંમત 8,499 રૂપિયા અને ટોપ એન્ડ 6GB + 64GB વેરિએન્ટને ફ્લિપકાર્ટ પર 11,499 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવી છે. Asus Max M2ની વાત કરીએ તો તેના બંને વેરિએન્ટ્સમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે તેના 3GB+32GB વેરિએન્ટને ગ્રાહક 7,499 રૂપિયામાં ખરીદી શકે છે. ત્યારે 4GB + 64GB વેરિએન્ટના ગ્રાહકોને ફ્લિપકાર્ટ પર 8,999 રૂપિયા ચૂકવવાના રહેશે.

છેલ્લે Asus Max M1ની વાત કરીએ તો તેમાં 1,000 રૂપિયાનો વધારે ઘટાડો કરવામાં આવ્યો છે. એવામાં તેના 3GB+32GB વેરિએન્ટને 5,999 રૂપિયામાં ખરીદી શકો છો. કંપનીએ કહ્યું છે કે નવી કિંમતોમાં Asus Max Pro M1, Asus Max M2 અને Asus Max M1ને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો, પરંતુ ઓફલાઈન સ્ટોર્સ પર નવી કિંમતોને લઈ કંપનીને કંઈ નહીં મળે. આ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરવાથી એવું લાગી રહ્યું છે કે કંપની લાઈનઅપને તૈયાર કરશે.

Read Also

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!