GSTV
Gujarat Government Advertisement

Asus એ દેશમાં લોન્ચ કર્યા 4 નવા ધાંસુ લેપટોપ, જાણો કિંમત અને ફીચર્સ

Last Updated on August 1, 2020 by Karan

Asus એ ભારતમાં પોતોના ચાર નવા લોપટોપ Asus ZenBook 13, ZenBook 14, Asus VivoBook S14 અને VivoBook K14 લોન્ચ કરી દીધા છે. આ બધા લેપટોપને ઓફલાઈન સાથે Amazon અને Flipkart શોપિંગ સાઈટ પરથી પણ ખરીદી શકે છે. લેપટોપમાં લેટેસ્ટ 10th જનરેશન ઈન્ટેલ કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. ZenBook 13 ZenBook 14 માં 22 કલાકની બેટરી લાઈફ અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.

કિંમત

Asus ZenBook 13 – 79,990 રૂપિયાથી શરૂ
Asus ZenBook 14 – 79,990 રૂપિયાથી શરૂ
Asus VivoBook S14 – 67,990 રૂપિયાથી શરૂ
Asus VivoBook Ultra K14 – 39,990 રૂપિયાથી શરૂ

સ્પેશિફિકેશન્સ

ZenBook 13-

ZenBook 13 માં 13.3 ઈંચની LED બેકલિટ ડિસપ્લે 88 ટકા સ્ક્રીન ટૂ બોડી રેશિયોની સાથે મળે છે. જેમાં 10th જનરેશન Intel Core i7 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. જે Iris Pllus ગ્રાફિક્સની સાછે છે. તેની સાથે વિન્ડોઝ 10 હોમ પ્રીલોડેડ મળે છે. જેમાં 16GB રેમ અને 1TB સુધીનું સ્ટોરેજ છે. લેપટોપમાં 64wh લીથિયમ બેટરી મળશે, જે 22 કલાકના પાવરબેક સાથે આવશે. કનેક્ટિવિટી માટે બે Thunderbolt 3 port, એક USB 3.2 Type-A port અને એક HDMI પોર્ટ મળશે.

ZenBook 14-

ZenBook 13 અને Zenbook 14 માં લગભગ બધી વસ્તુ સમાન છે. માત્ર તેના વર્ઝન અને સ્ક્રીનમાં અંતર છે. ZenBook 14માં 14 ઈંચની LED બેકલિટ ડિસ્પ્લે 90 ટકા સ્ક્રીન ટૂ બોડી રેશિયોની સાથે આવે છે.

VivoBook S14-

VivoBook S14 માં વિન્ડોઝ 10 હોમ પ્રી ઈંસ્ટોલ અને 14 ઈંચની LED બેકલિટ ફુલ HD આઈપીએસ પેનલ 16:9 અસ્પેક્ટ રેશિયો અને 85 ટકા સ્ક્રીન ટૂ બોડી રેશિયોની સાથે આવે છે. લેપટોપમાં Intel Core i7 10510U CPU, 2GB GDDR5 VRAM, 8GB 2,666MHz DDR4 RAM અને 512GB નું સ્ટોરેજ છે જે 1TB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે VivoBook S14માં વાઈફાઈ 6, બ્લૂટૂથ v5.0, યૂએસબી 3.2 જેન 1 ટાઈપ સી પોર્ટ, યૂએસબી 3.2 જેન 1 ટાઈપ એ પોર્ટ, બે યૂએસબી 2.0 ટાઈપ એ પોર્ટ્સ, HDMI 1.4 અને એક SD કાર્ડ રીડર પણ હાજર છે. તે સિવાય 50WH ની બેટરી આપવામાં આવી છે.

VivoBook Ultra K14-

આ લેપટોપમાં 14 ઈંચની ફુલ HD LED સ્ક્રીન મળશે, જેનુ રેજોલ્યૂશન 1920 x 1080 પિક્સલ છે. જેમાં 10th જનરેશન Intel Core i5-10210U પ્રોસેસરનુ છે જે Intel UHD Graphics 620 ની સાથે છે. લેપટોપમાં 8GB રેમ અને 512GB સ્ટોરેજ આપવામાં આવ્યુ છે. પાવર બેકઅપ માટે લેપટોપમાં 42Wh 3-cell lithium-polymer બેટરી હાજર છે. કન્ક્ટિવિટી માટે ડ્યૂઅલ બેન્ડ વાઈફાઈ 6, બ્લૂટૂથ v5.0, એક યૂએસબી 3.2 જેન 1 ટાઈપ સી પોર્ટ, એક યૂએસબી 3.2 જેન 1 ટાઈપ એ પોર્ટ, બે યૂએસબી 2.0 ટાઈપ એ પોર્ટ્સ, એક 3.5mm નો કોમ્બો ઓડિયો જેક હાજર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારતે કરી તૈયારી/ ચીન સામે મોરચો માંડશે આ અત્યાધુનિક હથિયાર, એન્ટિ ટેન્ક મિસાઈલ અને મશિનગનથી હશે સજ્જ

Pritesh Mehta

ટેલિવિઝન / ‘તારક મહેતા કા ઉલટા ચશમા’ના નટ્ટુ કાકાને થયું કેન્સર, જાણો કેવી છે તેમની તબિયત

Vishvesh Dave

સાવધાન / શું તમે તમારા બેંક સંબંધિત કામ ફોનથી કરો છો? જો જવાબ હાં હોય તો આ ટ્રિકથી રહો સચેત, થઇ શકે છે રૂપિયાની ઉચાપત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!