GSTV
Entertainment Trending

લાંબા સમયની રાહના અંતે આવી રહી છે મિસ્ટ્રી થ્રિલર સીરિઝ અસુરની બીજી સીઝન, ટીઝર જોઈ ચાહકો એ અરશદ વારસીના કર્યા વખાણ

અસુર

વર્ષ 2020માં રિલીઝ થયેલી અરશદ વારસીની મિસ્ટ્રી થ્રિલર સીરિઝ અસુર બધાને પસંદ આવી હતી. સિરીઝની સ્ટોરી અને સ્ટાર્સની એક્ટિંગ બંનેએ દર્શકોના દિલ જીતી લીધા હતા. પ્રથમ સીઝન પછી સિરીઝના ચાહકો તેની બીજી સીઝનની રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂર્ણ થઈ છે. સિરીઝના નિર્માતાઓએ ગઈકાલે અસુર 2 નો પાવરફુલ ફર્સ્ટ લૂક વિડીયો રીલીઝ કર્યો છે અને રીલીઝ તારીખની પણ જાહેરાત કરી છે. આ વીડિયોમાં અરશદ વારસી, બરુણ સોબતી જેવા સ્ટાર્સની ઝલક જોવા મળી રહી છે અને બધા પોતપોતાની ભૂમિકામાં ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યા છે.

ટીઝરમાં અરશદ વારસી એક વ્યક્તિ પર બંદૂક તાકી રહ્યો છે. અહીં તેમનો એક સંવાદ છે, જે ખૂબ જ પાવરફુલ છે. તે કહે છે, “તુજે અપને ભગવાન કો જવાબ દેના હૈ. મુજે કિસી કો નહીં” આ વિડિયો એક મિનિટનો છે, જેને જોયા પછી કંઈ સ્પષ્ટ નથી થઈ રહ્યું અને અનેક પ્રકારના સસ્પેન્સ સર્જાઈ રહ્યા છે અને આ સીરિઝ જોવાની ઉત્સુકતા વધી રહી છે.

ક્યારે થશે રિલીઝ

લોકો લાંબા સમયથી અસુર 2ની રાહ જોઈ રહ્યા હતા. આ વીડિયોએ લોકોમાં ઉત્તેજના વધારી દીધી છે. વીડિયોની સાથે મેકર્સે અસુર 2ની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. આ સીરીઝ 1 જૂનથી OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર જોવા મળશે.

આ વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર અસુર 2 વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. પાછલી વખતની જેમ આ વખતે પણ અરશદ વારસીનું પાત્ર એટલું જોરદાર દેખાઈ રહ્યું છે કે માત્ર એક મિનિટનો આ વીડિયો જોયા બાદ લોકો તેના વખાણ કરવા લાગ્યા છે. હવે રીલીઝ થયા બાદ જોવાનું એ રહેશે કે બીજી સીઝન પણ પહેલી સીઝન જેટલી જ શાનદાર પ્રદર્શન કરી શકે છે કે નહીં.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો

Nakulsinh Gohil

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu
GSTV