અવકાશ વૈજ્ઞાનિકો માટે સૂર્ય હંમેશા ઉત્સુકતાનું કેન્દ્ર રહ્યો છે. વિશ્વભરની અવકાશ એજન્સીઓ પણ સૂર્યની તપાસ માટે સતત મિશન મોકલી રહી છે. હવે અમેરિકાના એક સ્પેસ ફોટોગ્રાફર એન્ડ્રુ મેકકાર્થીએ દાવો કર્યો છે કે તેણે સૂર્યની અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ તસવીર કેપ્ચર કરી છે. એન્ડ્રુએ સૌરમંડળના સૌથી મોટા તારાની આ તસવીર બનાવવા માટે 150,000થી વધુ વિવિધ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો છે.

300 મેગાપિક્સલમાં લેવાયા દોઢ લાખ ફોટા :
આ બધા જ ફોટા 300 મેગાપિક્સલની ફાઇનલ ફોટોમાં જોઇ શકાય છે. તે સામાન્ય ૧૦ મેગાપિક્સલ કેમેરાની ફોટો કરતા ૩૦ ગણી મોટી છે. તેમાં સૌથી ક્લોઝઅપ વ્યુમાં રહસ્યમય અંધકારમા સનસ્પોટ જોઈ શકે છે. આજથી પહેલાં સૂર્યની અમુક જ એવી ફોટોસ છે કે, જેમા તેની સપાટીના નીચેના કાળા દાગ-ધબ્બા અને અને અગ્નિની લપેટો પણ નજર આવે છે.

સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધબ્બાનું રહસ્ય
સૂર્યની સપાટી પર જોવા મળતા આ ડાર્ક સ્પોટ્સ વાસ્તવમાં કાળા નથી હોતા. આ સ્થાનોમાંથી ખૂબ જ શક્તિશાળી કિરણો નીકળે છે, એવામાં ફોટોગ્રાફિક પ્રક્રિયા દ્વારા આ ધબ્બા કાળા દેખાય છે. સૂર્યની આવી તસવીર લેવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે. ફોટોગ્રાફરને સૂર્યના તેજ કિરણોથી આંધળા થવાથી બચાવવા માટે બે ફિલ્ટર સાથેના ખાસ ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કોસ્મિક-બેકગ્રાઉન્ડ ઇન્સ્ટાગ્રામ ચેનલ પર અપલોડ કર્યા ફોટા
એન્ડ્રુ મેકકાર્થી ઇન્સ્ટાગ્રામ પર @cosmic-background નામનું એકાઉન્ટ પણ ચલાવે છે. સોલર કોસ્મિક કિરણો સૂર્યમાંથી નીકળે છે. તેમાં ઉચ્ચ ઊર્જાના કણો હોય છે. આ કિરણોમાં લગભગ 90 ટકા પ્રોટોન અને 10 ટકા હિલીયમના ન્યુક્લિયસનો સમાવેશ થાય છે. જ્યારે તેઓ પૃથ્વીના વાતાવરણ સાથે અથડાય છે ત્યારે સૌર તોફાન થાય છે.


Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત