GSTV

મહામારી વચ્ચે વૈજ્ઞાનિકોએ શોધ્યો સોલર કોરોના, ધરતી પર ફેલાયેલા કોરોના કરતાં આટલો છે અલગ

સૂર્યગ્રહણ

Last Updated on June 6, 2020 by Bansari

એક તરફ સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે હવાઈ યુનિવર્સિટીની ઈન્સ્ટિટ્યુટ ફોર એસ્ટ્રોનોમી (આઈએફએ)ના સંશોધકોએ સૌર કોરોના (Solar Corona)નો અભ્યાસ કરીને સોલાર કોરોનાના ચુંબકીય ક્ષેત્રની ઓળખ મેળવી છે. સોલાર કોરોના એટલે સૂર્યનું બાહ્ય વાતાવરણ જે અંતરીક્ષમાં ફેલાયેલું હોય છે તે. સૂર્યની સપાટી પરથી નીકળતા ચાર્જ્ડ પાર્ટિકલ્સની આ ધારાને સૌર પવન કહે છે જે સમગ્ર સૌર મંડળમાં ફેલાઈ જાય છે.

ગત 3 જૂનના રોજ એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં IFAના વિદ્યાર્થી બેન્જામિનનો એક અભ્યાસ લેખ પ્રકાશિત થયો હતો જેમાં કોરોનાના ચુંબકીય ક્ષેત્રનો આકાર માપવા પૂર્ણ સૂર્યગ્રહણના અવલોકનોનો ઉપયોગ કરાયો હતો. જ્યારે ચંદ્રમા પૃથ્વી અને સૂર્યની બિલકુલ વચ્ચે હોય અને સૂર્યની ચમકદાર સપાટીને રોકે ત્યારે પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન કોરોનાને સરળતાથી જોઈ શકાય છે.

પૂર્ણ સૂર્યગ્રહણને જોવા માટે સંશોધકો સંવેદનશીલ વૈજ્ઞાનિક ઉપકરણોને સાથે લઈને આખી દુનિયામાં ફર્યા હતા. તે સમયે સૂર્યગ્રહણનો બારીકાઈપૂર્વક અભ્યાસ કરવાથી કોરોનાને પરિભાષિત કરનારી ભૌતિક પ્રક્રિયાઓ પરથી રહસ્યનો પડદો ઉંચકાયો હતો. તેમાં છેલ્લા બે દશકા દરમિયાન થયેલા 14 ગ્રહણો દરમિયાન લેવામાં આવેલી કોરોનાની તસવીરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અભ્યાસમાં કોરોનલ ચુંબકીય ક્ષેત્ર લાઈનોની પેટર્ન ખૂબ જ સ્ટ્રક્ચર્ડ હોવાની જાણ થઈ હતી. સમય સાથે આ પેટર્ન્સ બદલાતી રહે છે. આ પરિવર્તનોની માત્રા નિર્ધારિત કરવા માટે સૂર્યની સપાટીને સાપેક્ષ ચુંબકીય ક્ષેત્ર કોણને માપવામાં આવ્યો હતો. ન્યૂનતમ સૌર ગતિવિધિના સમયગાળા દરમિયાન કોરોના ક્ષેત્ર ભૂમધ્ય રેખા અને ધ્રુવો પાસે સૂર્યથી લગભગ સીધો નીકળ્યો જ્યારે મધ્ય-અક્ષાંસો પર અનેક કોણોમાં નીકળ્યો.

સૌર ગતિવિધિઓ જ્યારે વધારે હતી ત્યારે કોરોનલ ચુંબકીય ક્ષેત્ર ખૂબ ઓછું સંગઠિત અને વધુ રેડિયલ હતું. સૂર્યનો આ કોરોના હાલ પૃથ્વી પર ફેલાયેલા કોરોના વાયરસ કરતા ખૂબ અલગ છે.

Read Also

Related posts

આ સ્કીમમાં મળશે 30,000 રૂપિયા, કોણ માટે છે આ સ્કીમ અને કેવી રીતે કરવું અરજી; જાણો બધી ડીટેલ

Damini Patel

Third Wave/ કોરોનાની ત્રીજી લહેરમાં કાલે નોંધાશે સૌથી વધુ કેસ, જાણો કોણે અને શા માટે કર્યો આ દાવો

Damini Patel

રસીકરણ/ કેન્દ્ર સરકારે વેક્સિન માટે જાહેર કરી નવી ગાઇડલાઇન, જાણો કોરોનાથી રિકવર થયાના કેટલા મહિના બાદ અપાશે ડોઝ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!