GSTV
Home » News » પૈસાના કારણે થઈ રહ્યા છે ઘરમાં કંકાશ? તો અપનાવો આ ઉપાય

પૈસાના કારણે થઈ રહ્યા છે ઘરમાં કંકાશ? તો અપનાવો આ ઉપાય

losing money relationship

જો તમારા પરિવારમાં કે સંબંધમાં પૈસાને લીધે તિરાડ પડી રહી હોય તો તમારે ડરવાની જરૂર નથી. આજે અહીં એવા કેટલાંક ઉપાયો જણાવાયા છે. જેનાથી તમે આ તકલીફનું સમાધાન મેળવી શકો છો.

કોઈ એકલું રહેતું હોય ત્યારે પણ પૈસાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી થતી હોય છે. તમે અપરણિત હોવ ત્યારે તો પૈસાની સગવડ કરવાનું કામ એટલું અઘરું નથી હોતું પણ તકલીફ ત્યારે વધી જાય છે જ્યારે તમે કોઈની સાથે રિલેશનમાં જોડાવ છો.

બે જણ સાથે રહેવા લાગે ત્યારે પૈસા કોની પાસે જમા રાખવા, એક ખાતામાં પૈસા ભેગા કરવા કે અલગ-અલગ જ રાખવા જેવા પ્રશ્નો ઘણીવાર મોટું સ્વરૂપ લઈ લેતાં હોય છે. ઘણીવાર તો આ બાબત મોટા ઝઘડાનું કારણ બને છે.

પતિ-પત્ની હોય કે રિલેશનમાં રહેતા કપલ- દરેકે આર્થિક દેવા કે નાણાંકીય બાબતોમાં એકબીજા સાથે મોકળાશથી વાત કરવી જોઈએ. જેથી સાથે રહેવામા તકલીફ ના પડે. શોપિંગ કરતી વખતે પણ પરસ્પર સમજદારી દાખવીને ખર્ચ કરો.

જો તમને કોઈ વસ્તુ ગમી જાય પણ તમારા સાથીને યોગ્ય ના લાગે તો એની ભાવનાને પણ માન આપો. દરેક બાબતમાં બંનેના હિતનું ધ્યાન રાખશો તો પૈસાની લઇને ઝઘડો નહીં થાય.

Read Also

Related posts

ડબ્લ્યુટીએ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં થયો અપસેટ, બાર્ટીને હરાવી કુઝનેત્સોવા ફાઈનલમાં પહોંચી

Path Shah

કોંગ્રેસમાં રાજ્યસભામાં વધી કોંગ્રેસની સીટ, રાજસ્થાનથી મનમોહન સીંહ બન્યા સદસ્ય

Kaushik Bavishi

વડોદરાના એક મોલમાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!