GSTV
Home » News » ધનવાન બનવું હોય તો ક્યારેય ન કરવી આ 5 ભુલ, રહો સાવધાન

ધનવાન બનવું હોય તો ક્યારેય ન કરવી આ 5 ભુલ, રહો સાવધાન

Kisan Vikas Patra

ધનવાન બનવાની ઈચ્છા કોને ન હોય ? દિવસ રાતની દોડધામ, ઓફિસમાં કલાકોની મહેનત સૌ કોઈ ધન કમાઈ સદ્ધર બનવા માટે કરે છે. પરંતુ અથાક મહેનત કરવા છતાં કેટલાક લોકો પાસે ધન ટકતું નથી. ધનહાનિ અને દરિદ્રતા દૂર ન થવા પાછળ લોકોની જ બેદરકારી જવાબદાર હોય છે.

લોકો અજાણતા એવી ભુલ કરી બેસતા હોય છે કે તેના કારણે ધન તેમની પાસે ટકતું નથી. તો ચાલો જાણીએ કે એવી કઈ ભુલ છે જેને કરવાથી વ્યક્તિએ હંમેશા બચવું જોઈએ. જો તમને પણ આમાંથી કોઈ વધારે આદત હોય તો આજથી જ સુધારી લો તમારી ભુલને.

ઓફિસમાં ટેબલ પર ભોજન

ઓફિસમાં જે ટેબલ પર બેસી તમે અગત્યના કામ કરતાં હોય તેના પર બેસી જમવું કે નાસ્તો કરવો જોઈએ નહીં. જો ટેબલ પર જ જમવું પડે તેવી સ્થિતી હોય તો એક સ્વચ્છ કપડું તેના પર પાથરી અને ભોજન કરવું. ભોજન કર્યા બાદ ટેબલ બરાબર સાફ કરી લેવું નહીં તો કામ પર નકારાત્મક અસર થશે. 

પૈસા અને પેપર એકસાથે રાખવા

તિજોરીમાં ધન અને સોનું રાખતા હોય તો તેમાં કોઈપણ પ્રકારના પેપર્સ રાખવા નહીં. પેપર કે જેના પર હિસાબ લખેલો હોય, કે પછી અન્ય અગત્યના દસ્તાવેજો હોય. આ ઉપરાંત તિજોરીમાં ધારદાર વસ્તુઓ પણ રાખવી નહીં. 

સૂતી વખતે અહીં રાખવું પર્સ

મોટાભાગના લોકો ઘરે આવી પૈસા ભરેલું પર્સ કે બેગ ટેબલ કે અન્ય જગ્યાએ મુકી દેતા હોય છે. કેટલાક લોકો ઓશિકા નીચે પર્સ રાખી સૂતા હોય છે તો વળી કેટલાક રાત્રે પૈસા ગણી અને સૂતા હોય છે. આમ ક્યારેય ન કરવું. ઘરે આવી પૈસા ભરેલું પર્સ જ્યાં ધન રાખતાં હોય તે જગ્યાએ જ રાખવું જોઈએ. તેને ઓશિકા નીચે ક્યારેય ન રાખવું.

પૈસા અને ખાણીપીણીની વસ્તુ

કબાટમાં ધન સાથે લોકો ખાણી પીણીની વસ્તુઓ પણ રાખે છે. કેટલાક લોકો તો કબાટના ડ્રોઅરમાં ડ્રાયફ્રૂટ પણ રાખે છે. આમ કરવાથી ધનહાનિ થાય છે. કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ ખુલ્લા પૈસા પર્સમાંથી કાઢી જ્યાં ત્યાં મુકી દેતા હોય છે. આ આદતથી પણ બરકત દૂર થઈ જાય છે. 

પર્સમાં આવી વસ્તુઓ

પર્સમાં પૈસા સિવાય, કાર્ડ, ચાકુ, પહોંચ, દવાના કાગળ, ફોટા રાખવાની આદત પણ ધનહાનિ કરે છે. આ પ્રકારની વસ્તુઓ નકારાત્મક ઊર્જા વધારે છે અને તેનાથી ધનહાનિનો સામનો કરવો પડે છે. 

થૂંક લગાવી પૈસા ગણવા

તમે જોયું હશે કે લોકો આંગળી થૂંકવાળી કરી અને પૈસા ગણતા હોય છે. આમ કરવું અત્યંત અશુભ છે. જેમને આવી આદત હોય છે તેમની પાસે ક્યારેય પૈસા ટકતા નથી.

Read Also

Related posts

રાજકોટમાં પત્ની વીશે અભદ્ર ટિપ્પણી કરતા પતિએ પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

Nilesh Jethva

ધોની કમાન્ડો લુકમાં થયા સ્પોટ, અંદાજ જોઈને ફેન પડ્યા આશ્વર્યમાં,VIDEO વાયરલ

Mansi Patel

અમદાવાદમાં સામાન્ય બાબતે એક યુવકને બે ભાઈઓએ જીવતો સળગાવી દીધો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!