GSTV
Home » News » અપનાવી લો આ આદતો, પરિવારમાં ટકી રહેશે સુખ-સમૃદ્ધિ

અપનાવી લો આ આદતો, પરિવારમાં ટકી રહેશે સુખ-સમૃદ્ધિ

દુનિયાનો દરેક માણસ સુખ શાંતિથી જીવવા માટે ભરપૂર પરિશ્રમ કરે છે. પોતાના ઇષ્ટદેવના આશીર્વાદ મળે તે માટે આરાધના કરે છે. આ ભૌતિકયુગમાં જરૂરિયાતો વધ્યાં જ કરે છે આવામાં શું કરીએ તો શાંતિથી જીવન પસાર કરી શકાય.

આજે અહીં તમારી દિનચર્યા સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જણાવીશું જેને કરવાથી તમારા પરિવારમાં સુખ-શાંતિ ટકી રહેશે…

ઘરમાં રહેશે શાંતિ

– જો તમે થાળીમાં એઠું મુકતા હોવ, પથારીમાં જમતા હોવ અને એઠાં વાસણમાં હાથ ધોતાં હોવ તો ઘરમાં કાયમ પૈસાની તંગી રહેશે, રિલેશનશિપમાં તકરાર રહેશે, રોગ ઘરમાં રહેશે અને તમે હંમેશા ટેન્શનમાં રહેશો.

– ગમે ત્યાં થૂંકનારને જીવનમાં યશ અને સમ્માન ઓછા મળે છે. 

-તમારા ઘરે કોઈ મહેમાન આવે કે અજાણી વ્યક્તિ એને ગળપણની સાથે પાણી અવશ્ય આપો, આમ કરવાથી રાહુ ગ્રહ કદી પીડિત નથી થતો અને તમારા જીવનમાં અચાનક આવનારા કષ્ટોનું પણ શમન કરે છે.

સૂર્ય, બુધ, ચંદ્રનો શુભ પ્રભાવ ટકી રહે તે માટે…

– જે ઘરમાં સવાર સાંજ છોડને પાણી પાવામાં આવે ત્યાં સૂર્ય, બુધ અને ચંદ્રનો શુભ પ્રભાવ બની રહે છે. ઘરમાં માનસિક તાણ નથી રહેતી.

– ઘરમાં આવીને ગમે ત્યાં બુટ-ચંપલ ઉતારનારા લોકોને એમના શત્રુ વારંવાર હેરાન કરે છે. શત્રુના ષડયંત્રથી બચવા માટે જૂતા ચંપલને ઘરની બહાર અથવા તો બંધ જગ્યાએ મુકો.

– જે લોકોને ઉઠ્યાં પછી પથારી સરખી નથી કરતા અને એની પર બીજા કપડાં પણ નાંખી દે છે તેમની દિનચર્યા કદી વ્યવસ્થિત નથી રહેતી. એ લોકો પોતે હેરાન થાય છે અને બીજાને પણ હેરાન કરે છે. આવા લોકોને શિન અને રાહુ ખરાબ બનીને અશુભ ફળ આપવા લાગે છે.

– શનિ-રાહુનો કોપ ના થાય તે  માટે સવારે પોતાની પથારી જાતે સરખી કરવી જોઈએ. 

ઘરમાં અશાંતિ રહે છે…

– ઘણાં લોકો હાથ-પગની સફાઈનું ધ્યાન નથી રાખતા, એનાથી મન ચીડચીડિયુ થઇ જાય છે. સ્વભાન ક્રોધી બની જાય છે. આવું ના થાય તે માટે સ્નાન કરતી વખતે પગની સરખી સફાઈ કરો. બહારથી આવો ત્યારે પાંચ મિનિટનો સમય કાઢીને હાથ-પગ અને મોં બરાબર ધોઈ લો. આનાથી ફ્રેશ ફીલ થવાની સાથે જ ઘરનું વાતાવરણ પણ સારું રહેશે.

– જો તમે ઘરના મુખ્ય વ્યક્તિ હોવ તો ઘરે કદી ખાલી હાથના પ્રવેશશો,આનાથી લક્ષ્મીજી રૂષ્ટ થાય છે.

-જે ઘરમાં એંઠવાડ કચરામાં નાંખવાને બદલે પ્રાણીઓને ખવડાવવામાં આવે છે ત્યાં આંતરિક પ્રેમ વધે છે, સમૃદ્ધિ આવે છે અને વાતાવરણ ખુશનુમા રહે છે. એંઠવાડ ગટરમાં નાંખતા પરિવારોમાં બરકત આવતી નથી.

Read Also

Related posts

ચીનનો સૌથી મોટો નિર્ણય, ઓનલાઈન ગેમ નહી રમી શકે 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો

pratik shah

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાતા ફ્લાવરશોની ટિકિટનો ભાવ થયો ડબલ

Nilesh Jethva

સિવિલ હોસ્પિટલમાં એક ટાઈમ અપાતા જમવામાં પણ બેદરકારી, દાળભાતમાથી જીવાત નિકળતા હોબાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!