GSTV

આજથી 4-1-2020 સુધી કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ, આ રાશિઓને થશે વિચાર્યો પણ નહીં હોય તેવો લાભ

મેષ (અ.લ.ઇ.)

ઇ.સ. ૨૦૧૯ના ઉત્તરાર્ધમાં અને ઇ.સ. ૨૦૨૦ પ્રારંભમાં આનંદ ઉત્સાહ રહે. નોકરી ધંધાના, ઘર, પરિવારના કામમાં, પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકુળતા રહે. ખર્ચ ખરીદી થાય. બહારનું કામ ઉકેલવામાં, વ્યસ્ત રહેવાનું થાય. પરંતુ વાહન શાંતિથી, એકાગ્રતાથી ચલાવવુ. સરકારી, ખાતાકીય, કાનૂની કામથી, સંબંધ-વ્યવહારથી ખર્ચ થાય. 

તા. ૨૯ ડિસે. રવિ કામકાજમાં સફળતા-પ્રગતિ. ૩૦ સોમ વિનાયક ચોથે આનંદ ઉત્સાહ રહે. ૩૧ મંગળ ઇ.સ. ૨૦૧૯ની અંતિમ રાત્રિએ રાત્રે ૯ ક. ૦૪ મિ. પછી સ્વસ્થતા-જાગૃતિ રાખવી. તા. ૧ જાન્યુઆરી અ.સ. ૨૦૨૦ બુધ વર્ષારંભે કામની ચિંતા-વ્યસ્તતા રહે. ૨. ગુરૂ બેંકના કામમાં, ખર્ચ-ખરીદીમાં સંભાળવું. ૩ શુક્ર દુર્ગાષ્ટમીએ અમૃતસિધ્ધિયજ્ઞામાં કાર્યસફળતાથી આનંદ. ૪ શનિ ઉતાવળ-ઉશ્કેરાટ-ગુસ્સો કર્યા વગર તમારું તેમજ અન્યનું કામ કરવું.

વૃષભ (બ.વ.ઉ.)

ઇ.સ. ૨૦૧૯ના ઉત્તરાર્ધમાં તેમજ ઇ.સ. ૨૦૨૦ના પ્રારંભમાં આપે કોઇના દોરવાયા દોરવાઈ જવુ નહીં. નોકરી ધંધાના કામકાજમાં, સંબંધ વ્યવહારમાં સાનુકુળતા રહે. ધંધો-આવક થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પરંતુ ખાવાપીવામાં, વાહન ચલાવવામાં અવશ્ય સાવધાની રાખવી. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા-અનિંદ્રા રહે. નાણાંકીય જોખમો કરવા નહીં.

તા. ૨૯ ડિસે. રવિ કામકાજમાં સાનુકુળતા ૩૦ સોમ વિનાયક ચોથે નોકરી ધંધાના કામમાં સાનુકુળતા રહે. ૩૧ મંગળ ઇ.સ. ૨૦૧૯નો અંતિમ દિવસ શાંતિથી, આનંદથી કામકાજમાં પસાર કરી શકો. પરંતુ રાત્રિ પ્રારંભે વ્યગ્રતા ઉત્પાત રહે. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૦ બુધ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ-રાહત અનુભવતા જાવ. ૨ ગુરૂવાર આકસ્મિક કોઈ કામ થાય. ૩ શુક્રવાર અમૃતસિધ્ધિયોગમાં ફાયદો-લાભ થાય. ૪ શનિ ચિંતા-ખર્ચ. સાંજ પછી બેચેની અસ્વસ્થતા રહે.

મિથુન (ક.છ.ઘ.)

ઇ.સ. ૨૦૧૯ના ઉત્તરાર્ધમાં વિતેલા વર્ષની યાદો અનુભવોના સંસ્મરણો સાથે ઇ.સ. ૨૦૨૦ના પ્રારંભના આગમનને આવકારશો પરંતુ જાન્યુઆરી ૨૦૨૦ના ઉત્તરાર્ધથી તમારા માટે અગ્નિ પરીક્ષાનો સમય શરૂ થશે. તા. ૨૪ જાન્યુઆરી ૨૦૨૦થી શનિની નાની પનોતી લોખંડના પાયે શરૂ થવાથી, નોકરી-ધંધાના કામમાં તકલીફો, સંઘર્ષનો સામનો કરવો પડે. 

તા.૨૯ ડિસે. રવિ સગા સંબંધી-મિત્રવર્ગથી ચિંતા-ખર્ચ. ૩૦ સોમ. તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. ૩૧ મંગળ શરીર મનનું સમતોલન જાળવવું. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૦ બુધ મીલન મુલાકાત યાત્રા પ્રવાસમાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે. ૨ ગુરૂ તમારા રોજીંદા કામમાં, નોકરી ધંધાના કામમાં ધ્યાન આપી શકો. ૩ શુક્ર અમૃતસિધ્ધિયોગમાં ફાયદો-લાભ, ૪ શનિ પુત્રપૌત્રાદિકનું પત્ની-પરિવારનું કામ થઇ શકે.

કર્ક (ડ.હ.)

ઇ.સ. ૨૦૧૯ની સમાપ્તિએ તેમજ ઇ.સ. ૨૦૨૦ના પ્રારંભે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. પડવા વાગવાથી, લપસી પડવાથી ઇજા થાય. તે સિવાય ખાવાપીવામાં આરોગ્યની અસ્વસ્થતા અનુભવાય. ધર્મકાર્ય થાય. બહાર કે બહારગામ જવાનું થાય. પુત્રપૌત્રાદિકના કામ અંગે ચર્ચા વિચારણા થાય.

વિવાહ-લગ્ન અંગેની કામગીરીમાં, મીલન-મુલાકાતમાં સાનુકુળતા રહે. તા. ૨૯ ડિસે. રવિ વધારાના કામ ઉકેલવામાં સાનુકુળતા આનંદ. ૩૦ સોમ વિનાયક ચોથે શાંતિ-સ્વસ્થતા જાળવવી પડે. ૩૧ મંગળ ઇ.સ. ૨૦૧૯ના અંતિમ દિવસે તન-મન-ધનથી વાહનથી સંભાળવું. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૦ બુધ નોકરી ધંધાના કામમાં જાગૃતિ સાવધાની રાખવી પડે. ૨ ગુરૂવારે વિલંબમાં પડેલ કામ ઉકેલાતા વ્યસ્તતા રહે. ૩ શુક્ર દુર્ગાષ્ટમી શાકંભરી નવરાત્રિના પ્રારંભ તેમજ અમૃતસિધ્ધિ યોગ ધર્મકાર્યમાં અન્ય કાર્યમાં પ્રગતિ-સફળતાનો રહે. ૪ શનિ નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય.

સિંહ (મ.ટ.)

ડિસેમ્બર ૨૦૧૯ની સમાપ્તિએ સગા સંબંધી-મિત્રવર્ગના કામથી, પુત્રપૌત્રાદિકના કામથી વ્યસ્તતા રહે. વધારાનો ખર્ચ થાય. બહાર જવાનું થાય. જુના-નવા સંબંધો સંસ્મરણો તાજા થાય. પરંતુ ઇ.સ. ૨૦૨૦ના નૂતન વર્ષારંભે શારિરીક માનસિક અસ્વસ્થતા શ્રમ થાક કંટાળો અનુભવાય. રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા સંભાળવું પડે.

તા. ૨૯ ડિસે. રવિ અન્યના કામથી વ્યસ્તતા રહે. ૩૦ સોમ વિનાયક ચોથે કામકાજમાં સાનુકુળતા રહે. ૩૧ મંગળ સગા-સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય કામની વ્યસ્તતા રહે. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૦ બુધ નોકરી ધંધાના કામ કરો. પરંતુ સાંજ પછી શ્રમ-થાક અનુભવો. ૨ ગુરૂ શારિરીક માનસિક અસ્વસ્થતા. ૩ શુક્ર શાકંભરી નવરાત્રીનો પ્રારંભ દુર્ગાષ્ટમી અમૃતસિધ્ધિ યોગમાં તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. ૪ શનિ પરિવારના કામમાં શાંતિ-સ્વસ્થતા જાળવવી પડે.

કન્યા (પ.ઠ.ણ.)

ઇ.સ. ૨૦૧૯ની સમાપ્તિએ તેમજ ઇ.સ. ૨૦૨૦ના પ્રારંભે આપે નોકરી-ધંધાના કામમાં, સંબંધ-વ્યવહારમાં પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં, મકાન-જમીન-મીલ્કત-વાહનના પ્રશ્નમાં, પત્નીના આરોગ્યની વ્યસ્તતા ચિંતા-ખર્ચ-મુંઝવણ-મુશ્કેલી અનુભવવી પડે. ઇ.સ. ૨૦૨૦ના પ્રારંભના એકત્રીસ દિવસ આધિ-વ્યાધિ-ઉપાધિના રહે. એક ચિંતા-ઉપાધિમાં અન્ય ચિંતા ઉપાધિ આવી જાય.

તા. ૨૯ ડિસે. રવિ યાત્રા પ્રવાસ-મીલન મુલાકાત ૩૦ સોમ વિનાયક ચોથે સંતાનના કામમાં વ્યસ્તતા. ૩૧ મંગળ શરીર મનની સ્વસ્થતા જાળવવી પડે. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૦ બુધ વર્ષારંભે ઉત્પાત-ઉદ્વેગ અનુભવાય. ૨ ગુરૂ નોકરી ધંધાનું, બેંકનું, બહારનું કામકાજ થઇ શકે. ધંધો થાય. ૩ શુક્ર દુર્ગાષ્ટમી, શાકંભરી નવરાત્રિનો પ્રારંભ તેમજ અમૃતસિધ્ધિ યોગ લાભદાયી રહે. તા. ૪ શનિ આકસ્મિક ચિંતા-વ્યાધિ-ઉપાધિ.

તુલા (ર.ત.)

ઇ.સ. ૨૦૧૯ની સમાપ્તિએ  રસ્તામા આવતા જતા, વાહન-ચલાવતા તેમજ ખાવાપીવામાં સંભાળવું પડે. ઇ.સ. ૨૦૨૦ના પ્રારંભથી જેમજેમ સમય પસાર થાય તેમ તેમ નોકરી ધંધાના કામમાં ચિંતા-સંઘર્ષનો સામનો કરવો પડે. આરોગ્યની કાળજી રાખવી પડે. પુત્રપૌત્રાદિકના કામમાં, સંબંધ-વ્યવહારમાં પ્રતિકૂળતા રહ્યા કરે. છાતીમાં પીઠમાં દર્દપીડાની ઉપેક્ષા કરવી નહીં.

તા. ૨૯ ડિસે. રવિ અન્યના કારણે ચિંતા-ખર્ચ-૩૦ સોમ સગાસંબંધી મિત્રવર્ગના કારણે મુશ્કેલી અસ્વસ્થતા. ૩૧ મંગળ ઇ.સ. ૨૦૧૯ની સમાપ્તિ મન-કર્મ-વચનથી વાણીથી સંભાળવું. ખાવાપીવામાં સાચવવું પડે. તા. ૧ જાન્યુઆરીથી ૨૦૨૦ બુધ જેમ જેમ જાન્યુઆરી મહિનો પસાર થાય તેમ તેમ આધિ-વ્યાધિ-ઉપાધિની શરૂઆત થાય. ૨ ગુરૂ નોકરી ધંધાના કામની ચિંતા રહે. ૩ શુક્ર કામકાજમાં પ્રગતિ સફળતાથી હળવાશ રહે. ૪ શનિ પરિવારના કામની વ્યસ્તતા રહે.

વૃશ્ચિક (ન.ય.)

ઇ.સ. ૨૦૧૯ની સમાપ્તિએ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ઇ.સ. ૨૦૨૦ નૂતન વર્ષારંભમાં જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આપ હળવાશ રાહત અનુભવતા જાવ. શરીર મનની સ્વસ્થતા નોકરી ધંધાના કામમાં સાનુકુળતા રખાવે. પુત્ર પૌત્રાદિક માટે ખર્ચ થાય, પરંતુ વર્ષારંભે એકત્રીસ દિવસ સામાજીક પારિવારિક કૌટુંબીક કામમાં ચિંતા-ખર્ચ-દોડધામની રહે.

રસ્તામાં આવતા જતા વાહન ચલાવતી વખતે ઇજાથી સંભાળવું પડે. તા. ૨૯ ડિસે. રવિ યાત્રા પ્રવાસ મીલન મુલાકાત. ૩૦ સોમ વિનાયક ચોથે કામકાજમાં પ્રગતિ. ૩૧ મંગળ  ચિંતા-ઉચાટ-ઉદ્વેગનો રહે. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૦ બુધ શરીર-મનની અસ્વસ્થતાથી કામમાં વિલંબ થાય. ૨ ગુરૂ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૩ શુક્ર કામકાજમાં સાનુકુળતા, પુત્ર પૌત્રાદિકનું કામ થાય. ૪ શનિ કામમાં સાનુકુળતા રહે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

ઇ.સ. ૨૦૧૯ના અંતમાં અને ઇ.સ. ૨૦૨૦ના પ્રારંભમાં ચિંતા ખર્ચ, દોડધામ અનુભવાય. પુત્રપૌત્રાદિકના કામમાં સમય ફાળવવો પડે. પરંતુ રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા એકાગ્રતા જાળવવી જરૂરી રહેશે. મોબાઈલમાં વાતચીત કરવી નહીં. ગળામાં, ગરદનના મણકામાં દર્દપીડાથી, મસ્તકની દર્દપીડાથી બચવા સલામતીના પગલાં રાખવા.

ઇ.સ. ૨૦૨૦ના પ્રારંભે એકત્રીસ દિવસ સાવધાનીથી રહેવું. તા. ૨૯ ડિસે. રવિ પરિવારના કામમાં સાનુકુળતા રહે. ૩૦ સોમ નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા. ૩૧ મંગળ રસ્તામાં આવતા-જતા, વાહન ચલાવતા તેમજ મીલન-મુલાકાતમાં તે ખાવાપીવામાં સંભાળવું પડે. તા. ૧ જાન્યુઆરી ઇ.સ. ૨૦૨૦ બુધ વર્ષારંભે કામકાજમાં જાગૃતિ રાખવી પડે. ૨. ગુરૂ અન્યના કારણે ચિંતા-ખર્ચ. ૩. શુક્ર નોકરી ધંધાના કામમાં વ્યસ્તતા રહે. ૪ શનિ હૃદય-મનને ઉત્પાત-ઉદ્વેગ-ચિંતા રહે.

મકર (ખ.જ.)

ઇ.સ. ૨૦૧૯ના અંતમાં તેમજ ઇ.સ. ૨૦૨૦ના પ્રારંભમાં શરીર મનની સ્વસ્થતા જાળવવી પડે. હરોફરો, કામકાજ કરો પરંતુ એકાગ્રતા જળવાય નહીં. પુત્રપૌત્રાદિકની ચિંતા રહે. સગા સંબંધી-મિત્રવર્ગની કામમાં સંબંધ-વ્યવહારમાં, નોકરી ધંધાના કામમાં, સંબંધ-વ્યવહારમાં આપને ઇ.સ. ૨૦૧૯ના ઉત્તરાર્ધમાં તેમજ ઇ.સ. ૨૦૨૦ના પ્રારંભમાં તકલીફો પડે. વધુ પડતા શ્રમ-થાકમાં, ચિંતા-અનિદ્રામાં તમારા રોજીંદા કામમાં મુશ્કેલી અનુભવો. 

તા. ૨૯ ડિસે. રવિ શાંતિ સ્વસ્થતા જાળવવી. ૩૦ સોમ નોકરી ધંધાના કામમાં માનસિક વ્યગ્રતા રહે. સંતાનની ચિંતા રહે. ૩૧ મંગળ સગાસંબંધી મિત્રવર્ગના વ્યવહાર સંબંધમાં જાગૃતિ-સાવધાની રાખવી પડે. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૦ બુધ વર્ષારંભે વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપવું પડે. ૨ ગુરૂ નોકરી ધંધાનું બેંકનું કામ થઇ શકે. ૩ શુક્ર કાર્યસફળતા પ્રગતિથી આનંદ. ૪ શનિ બહાર જવાનું થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

ઇ.સ. ૨૦૧૯ના અંતમાં ચિંતા-ખર્ચ રહે. સગાસંબંધી-મિત્રવર્ગના દોરવાયા દોરવાઈ જવામાં તમે મુશ્કેલી અનુભવો. ઇ.સ. ૨૦૨૦ના પ્રારંભથી જેમજેમ સમય પસાર થાય તેમ તેમ તમારી પ્રતિકૂળતાઓમાં વધારો થાય. શરીર મનની અસ્વસ્થતા-શિથિલતા તમારા નોકરી ધંધાના કામમાં રૂકાવટ રખાવે. પત્નીના આરોગ્યની અસ્વસ્થતા, પુત્રપૌત્રાદિકના પ્રશ્નો ચિંતા નવા વર્ષમાં તમને મુંઝવ્યા કરે.

નોકરી ધંધામાં નુકસાન વિવાહ-બંધન થાય, આક્ષેપ-અપયશ-અપમાન થાય તેવા જોખમો કરવા નહીં. તા. ૨૯ ડિસે. રવિ ચિંતા-ખર્ચ ઉચાટ. ૩૦ સોમ નોકરી ધંધાના કામમાં તકલીફ પડે. ૩૧ મંગળ સગા સંબંધી-મિત્રવર્ગથી દોરવાઈ જવું નહીં. ખાવાપીવામાં સંભાળવું. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૦ બુધ શરીર-મનની સ્વસ્થતા જાળવવી. ૨ ગુરૂ નોકરી ધંધાનું કામ થઇ શકે. ૩ શુક્ર આનંદ રહે. ૪ શાંતિ બહારના કે બહારગામના કામમાં ધ્યાન રાખવું પડે.

મીન (દ.ચ.ઝ.થ.)

ઇ.સ. ૨૦૧૯ના ઉત્તરાર્ધમાં વિતેલા વર્ષ દરમિયાનની પ્રતિકૂળતાઓથી હૃદય-મનની વ્યગ્રતા રહે.તે સિવાય ઇ.સ. ૨૦૨૦ના પ્રારંભથી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. પુત્રપૌત્રાદિકના કામ  થઇ શકે. નોકરી ધંધાના કામમાં પ્રગતિ થઇ શકે. યાત્રા પ્રવાસ થાય. સગાસંબંધી મિત્રવર્ગના સંબંધ-વ્યવહાર-સંસ્મરણો તાજા થાય.

તા. ૨૯ ડિસે. રવિ સંતાનના પરિવારના કામમાં વ્યસ્તતા રહે. ૩૦ સોમ નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા. ૩૧ મંગળ વર્ષાંતે ચિંતા-ઉદ્વેગ ખાવાપીવામાં, હરવા ફરવામાં સંભાળવું. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૦ બુધ શરીર-મનનું સમતોલન જાળવવું. ૨ ગુરૂ બેચેની-વ્યગ્રતા રહ્યા કરે. ૩ શુક્ર શાંતિથી કામ કરવામાં સફળતા. ૪ શનિ બપોર પછી હળવાશ રહે, કામકાજ ઉકેલાય.

Read Also

Related posts

દુનિયાને ભરડામાં લેનારા Coronaએ આ 9 દેશોમાં દસ્તક સુદ્ધાં નથી આપી

Bansari

Corona ઈફેક્ટ: દેશની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને 5 લાખ કરોડનું નુકસાન, 5 કરોડ લોકો ગુમાવશે નોકરી

Mansi Patel

Lock Down : માતાપિતાએ એવું તો શું કરવુ જેથી બાળકોનું મનોરંજન થાય અને સમય પણ પસાર થાય? આ ટિપ્સ આવશે કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!