GSTV
Home » News » જ્યોતિષશાસ્ત્ર : 2019 નથી વર્ષ ઉત્તમ, આંતરિક કટોકટી, સંકટ કે તણાવ પેદા થશે

જ્યોતિષશાસ્ત્ર : 2019 નથી વર્ષ ઉત્તમ, આંતરિક કટોકટી, સંકટ કે તણાવ પેદા થશે

એપ્રિલથી ઓગસ્ટમાં પાંચ ગ્રહોનું વક્રી ભ્રમણ થનાર છે અને જુલાઇમાં બે ગ્રહણ પણ થવાના છે એ સંજોગોમાં દેશમાં વિચિત્ર સ્થિતિનું નિર્માણ અને મોટી દુર્ઘટના થવાના યોગ છે. જૂનમાં મિથુન રાશિમાં ગ્રહણ યોગ, અંગાર યોગ અને ધન રાશિમાં વિષ યોગ અને ગ્રહણ યોગનું નિર્માણ થનાર છે. ભાજપની કુંડળી ધન લગ્નની અને ભાજપની કુંડળી મિથુન લગ્નની છે એ સંજોગોમાં બંને પક્ષમાં પરિસ્થિતિ વિકટ બનશે.

વૃષભ રાશિ અને મકર રાશી પાપ ગ્રહથી પ્રભાવિત થાય છે

આઝાદ ભારતની વૃષભ લગ્નની કુંડળી છે અને લગ્નમાં રાહુ છે અને ભાગ્ય સ્થાન એટલે નવમું સ્થાન મકરરાશિનું છે અને તેનો માલિક શનિ શત્રુ રાશી કર્કમાં તેના શત્રુગ્રહ સૂર્ય અને ચંદ્ર સાથે છે. માર્ચ, એપ્રિલ ૧૯૪૭ દરમિયાન બુધ, ગુરુ, શનિ વક્રી ભ્રમણ કરતા હતા. તદુપરાંત કાયમી વક્રી ભ્રમણ કરતા રાહુ અને કેતુ મળીને કુલ પાંચ વક્રીભ્રમણનો પ્રભાવ તે વર્ષ દરમિયાન રહ્યો તેમજ પાંચ ગ્રહણની અસર પણ રહી હતી. જયારે વૃષભ રાશિ અને મકર રાશી પાપ ગ્રહથી પ્રભાવિત થાય છે, ગુરુ અને શનિ જેવા લાંબા સમય ગાળાના ગ્રહ સાથે કે નજીકના ગાળામાં વક્રી થાય છે અને ગ્રહણનો પ્રભાવ તેમજ અન્ય યુતિ કે વેધ થવાના કારણે ભારતમાં કંઈક મોટી ઘટના મોટેભાગે તે દરમિયાન બનતી જોવા મળે છે. ( આઝાદી દરમિયાન ભારતની સ્થિતિ ચિંતાજનક હતી )

આઝાદી બાદ અત્યારસુધી ભારતમાં ત્રણ વાર કટોકટી

  • તા.૨૬/૧૦/૧૯૬૨ થી તા.૧૦/૦૧/૧૯૬૮ સુધી ચીન આક્રમણ
  • તા.૦૩/૧૨/૧૯૭૧ પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન અને જે ઘણા લોકો ભૂલી શક્યા નથી તે
  • તા.૨૬/૦૬/૧૯૭૫ થી તા.૨૧/૦૩/૧૯૭૭ સુધી.. બરેલી મતદાન ક્ષેત્રમાં સ્વ.ઇન્દિરા ગાંધી ના વિજય અંગે ના કેસ નો અલ્હાબાદ હાઇકોર્ટ ના તા.તા.૧૨/૬/૧૯૭૫ના જસ્ટિસ જગમોહન સિંહના ૨૫૯ પાનાં ના ચુકાદા બાદ લાદવામાં આવેલી કટોકટી

હવે ગ્રહોનું અવલોકન મેદનીય જ્યોતિષ આધારિત જોઈએ તો…

૧૯૬૨ના ચીન યુદ્ધ વખતે તે વર્ષ દરમિયાન ૫ ગ્રહણ હતા, તેમજ બુધ, ગુરુ, શુક્ર, શનિ જેવા ચાર ગ્રહ ઉપરાંત રાહુ અને કેતુ મળી કુલ ૬ ગ્રહોનું વક્રી ભ્રમણ તે સમયગાળા દરમિયાન થયેલો અને રાહુ વૃષભ રાશિમાં તેમજ શનિ મકર રાશિમાં ભ્રમણ કરતા હતા. ૧૯૭૧ના પાકિસ્તાન યુદ્ધ વખતે ડિસેમ્બર માસ દરમિયાન શનિ વૃષભ રાશિમાં આવેલો અને રાહુ તે વખતે મકરરાશિમાં જ હતો, વર્ષ દરમિયાન ૫ ગ્રહણ હતા અને બુધ, શનિ નજીક સમય અંતરે વક્રી ભ્રમણ કરતા હતા.

કેતુ વૃષભ રાશિમાં ભ્રમણ કરે એ હાનિકારક

મેદનીય જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયાના કહેવા પ્રમાણે ૧૯૭૫માં કટોકટી આવેલી તે દરમિયાન કેતુ વૃષભ રાશિમાં ભ્રમણ કરતો હતો, વર્ષ દરમિયાન ૪ ગ્રહણ થયેલા તા.૧૨/૬/૧૯૭૫ ના રોજ બરેલી મતક્ષેત્ર બાબત અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો આવ્યો તે વખતે વૃષભ રાશિમાં સૂર્ય અને કેતુની યુતિ તેમજ મિથુન રાશિમાં શનિ અને ચંદ્રની યુતિ હતી અને તે વખત દરમિયાન જે મુખ્ય નામની જો વિચારણા કરીયે તો રાજનારાયણ, તેમના વકીલ શાંતિભૂષણ, ઇન્દિરા ગાંધી અને તેમના વકીલ ખરે ( ખરે ની કુંડળીમાં તે વખતે વૃષભ રાશિમાં રહેલ ગુરુ કેતુના ચાંડાલ યોગ ઉપરથી કેતુનું ભ્રમણ ચાલતું હતું ) ઉપરાંત જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ, અડવાણીજી ( કુંડળી માં તે વખતે વૃષભના રાહુ પરથી કેતુ નું ભ્રમણ હતું ), ઈન્દીરાજીના વિશ્વાસુ મિત્ર સિદ્ધાર્થ શંકર રે, તત્કાલીન કૉંગ્રેસ પ્રમુખ શ્રી દેવકાન્ત બરૂવા ( તે વખતે વૃષભ ના શનિ પરથી કેતુ નું ભ્રમણ હતું ) અને પુત્ર સંજય ગાંધી ( જન્મ ના રાહુ પરથી કેતુ નું ભ્રમણ હતું ) તદુપરાંત આઈ કે ગુજરાલ ( તત્કાલીન માહિતી પ્રસારણ મંત્રી બાદ માં વર્ષો બાદ પ્રધાન મંત્રી પણ બન્યા હતા ) ગુજરાલ પાસેથી માહિતી પ્રસારણ ખાતું ફરેબદલી કરી વિદ્યા ચરણ શુક્લ ને સોંપવામાં આવ્યું હતું. તે વખતે કહેવાય છે કે, ઘણા પ્રેસની કોઈ કારણસર લાઈટ બંધ થઈ જવાથી ઘણાના છાપાં પ્રસિદ્ધ થઈ શક્યા ના હતા, લાખોની ધડપકડ અને હજારો નેતા જેલ ભેગા થઈ ગયા હતા. ટૂંકમાં વૃષભ અને મકર રાશિ પીડિત અથવા તેના માલિક કે અન્ય પરિબળો પ્રતિકૂળ થોડે વધતે અંશે બનતા હોવા જોઈએ.

સત્તા પક્ષની કસોટી થશે

  • ૧૯૮૧-૮૫ દરમિયાન અનામત આંદોલન થયેલ તે વખતે કેતુ મકરરાશિમાં ભ્રમણ કર્યું હતું.
  • ૧૯૯૨માં બાબરી મસ્જિદ વખતે શનિ મકર રાશીમાં અને કેતુ વૃષભ રાશીમાં ભ્રમણ કરતો હતો, વર્ષ દરમિયાન 5 ગ્રહણ હતા.
  • ૧૯૯૩માં લાતુર ભૂકંપ વખતે કેતુ વૃષભ રાશિમાં હતો, ૫ ગ્રહણ હતા
  • . ૨૦૦૧માં કચ્છ ભૂકંપ વખતે શનિ વૃષભ રાશિમાં, ૬ ગ્રહણ થયેલા.
  • ૨૦૦૨ ગોધરા કાંડ વખતે શનિ અને રાહુની વૃષભમાં યુતિ થયેલ, વર્ષ દરમિયાન ૫ ગ્રહણ થયેલ.
  • ૨૦૧૮માં કેતુ નું મકર રાશિમાં ભ્રમણ થયેલ તે દરમિયાન સત્તા પક્ષને રાજ્યની ચૂંટણીમાં અસંતોષ જનક પરિણામ મળ્યું હતું.
  • વર્ષ દરમિયાન વર્ષ સંવત્સર, ગ્રહોની યુતિ, વેધ, ગ્રહણની અસર, દેશની દશા, વર્ષના રાજા, મંત્રી, સેનાપતિ તેમજ અન્ય મેદનીય જ્યોતિષના નિયમ જોવા જોઈએ.

અણધાર્યા પરિણામો આવશે

વર્ષ ૨૦૧૯ દરમિયાન લોકસભાની ચૂંટણી યોજાનાર છે, એપ્રિલથી ઓગષ્ટ દરમિયાન ગુરુ અને શનિ જેવા લાંબા અંતરના ગ્રહ વક્રી છે, જુલાઈમાં બુધ વક્રી છે સાથે રાહુ અને કેતુ તો ખરા જ એમ ૫ ગ્રહનું વક્રી ભ્રમણની અસર અને જુલાઈમાં બે ગ્રહણની અસર વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કે ક્યાંક દુર્ઘટનાનું નિર્માણ થઈ શકે છે,
મેદનીય જ્યોતિષાચાર્યના કહેવા પ્રમાણે તા.૧૭/૬/૨૦૧૯ જેઠ સુદ પૂનમ દરમિયાન મિથુન રાશિમાં સૂર્ય, મંગળ, બુધ, રાહુ જેવા ૪ ગ્રહની યુતિ થાય છે, અને ધન રાશિમાં ચંદ્ર, શનિ, કેતુ જેવા ૩ ગ્રહની યુતિ થાય છે, જે મિથુન રાશિમાં ગ્રહણ યોગ, અંગાર યોગ, અશુભ યોગ જોવાનું નિર્માણ કરે છે, તો ધન રાશિમાં વિષયોગ અને ગ્રહણ યોગ બને છે. ભાજપની કુંડળી મિથુન લગ્નની છે અને કૉંગ્રેસની કુંડળી ધન લગ્નની છે. બંને પક્ષને પ્રથમ અને સપ્તમ સ્થાન પીડિત થાય છે જે પક્ષ માટે અણધાર્યા પરિણામ, ચિંતા કે પડકાર જેવી સ્થિતિ, કોઈ નેતા માટે અમંગળ પરિણામ આપી શકે છે.

વર્ષ દરમિયાન ૪ ગ્રહણ થશે

વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન શનિ મકર રાશિમાં ભ્રમણ કરશે જે કૉંગ્રેસ માટે ચિંતા જનક બનશે, ઓક્ટોબર ૨૦૨૦થી ૨૦૨૧ રાહુ વૃષભ રાશિમાં ભ્રમણ કરશે, બંને રાશી ( વૃષભ, અને મકર, ભારત નું લગ્ન અને ભાગ્ય સ્થાન ) ૨૦૨૧માં જૂનથી ઓક્ટોબર દરમિયાન બુધ, ગુરુ, શનિ એમ ૩ ગ્રહ વક્રી ભ્રમણ કરશે સાથે રાહુ અને કેતુ એમ ૫ વક્રી ગ્રહનું ભ્રમણ અને તે વર્ષ દરમિયાન ૪ ગ્રહણ થશે. દેશ માટે ચિંતા, પડકાર, કટોકટી, આંદોલન, તોફાન જેવા કંઈપણ અમંગળ બનાવ બની શકશે. સત્તા પક્ષને નિર્ણય લેવામાં મુશ્કેલી, નેતા અને ઉચ્ચ અધિકારી વર્ગને એસી કેબીનમાં પણ પરસેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના છે.

Related posts

સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર 14 મહિનાના સર્વોચ્ચ લેવલે, 3.99 ટકાએ પહોંચી

Mansi Patel

‘નકલચી’ ચીનને કર્યું એવું કે અમેરિકાના પણ ઉડ્યા હોશ,US ARMYનાં ખાસ હેલિકોપ્ટરનું બનાવ્યું ક્લોન

pratik shah

હરિયાણામાં PM મોદીનો ચૂંટણી પ્રચાર, NDA સરકારની ઉપલબ્ધિ ગણાવી વિપક્ષ પર કર્યા પ્રહાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!