GSTV
Astrology Life Trending

તમારા ભવિષ્ય વિશે શું કહી રહ્યા છે રહસ્યમય કાર્ડ? આવું રહેશે તમારુ એક અઠવાડિયુ

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે.

મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.

મેષ (અ. લ. ઇ.)

The Fool – ધ ફૂલનું કાર્ડ તમારી વર્તમાન જીવનશૈલીમાં નવાં ફેરફારો ઈચ્છી રહ્યા હોવાનું સૂચવી જાય છે અને હાલની પરિસ્થિતિમાં ફેરફારો કરવા આયોજન થઈ શકશે પરંતુ સંજોગોને ધ્યાનમાં લઈ નિર્ણય કરવા હિતાવહ રહેશે નહિ તો પાછળથી પસ્તાવું પડે તેવી પરિસ્થિતિ સર્જાશે. તા. ૯. ૧૦. ૧૧. ૧૪. ૧૫. શુભ.

વૃષભ (બ. વ. ઉ.)

The Hierophant – ધ એરોફન્ટનું કાર્ડ તમારા વ્યવસાય ક્ષેત્રના અવરોધોને લઈ તમે ચિંતા અનુભવી રહ્યા હોવાનું સૂચવી જાય છે. તમારા વ્યવસાય ક્ષેત્રે નવાં ફેરફારોને સ્વીકારવાની તૈયારી રાખવાની રહેશે જે લાભદાયક નીવડશે. ધંધાકીય કારણોસર આકસ્મિક મુસાફરીનો યોગ ઊદ્ભવશે. તા. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. શુભ.

મિથુન (ક. છ. ઘ.)

The Lovers – ધ લવર્સનું કાર્ડ નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું સૂચવી જાય છે. તમારી પ્રિય વ્યક્તિ સાથે મહત્ત્વનાં પ્રશ્નોની ચર્ચા વિચારણા થઈ શકશે અને અવિવાહિત હોય તેઓ પસંદગી પ્રમાણે વિવાહ-લગ્ન અંગે નિર્ણય લઈ શકશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મળશે. તા. ૧૨. ૧૩. ૧૪. ૧૫. શુભ.

કર્ક (ડ. હ.)

The Devil – ધ ડેવિલનું કાર્ડ તમારી પસંદગીના કાર્યો માટે સાહસ કરી રહ્યા હોવાનું સૂચવી જાય છે જેમાં ફક્ત એક જ કાર્ય માટે લક્ષ્ય રાખીને કરવામાં આવેલો નિર્ણય સફળતા આપશે. એક સાથે વધુ કાર્યો માટેનો નિર્ણય નુકશાનકારક નીવડશે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બની રહેશે. તા. ૧૪. ૧૫. શુભ.

સિંહ (મ. ટ.)

The Chariot – ધ શેરીઓટનું કાર્ડ કોઈ કાર્યમાં તમારે મતભેદ ઉદ્ભવેલો હોય તેનું નિરાકરણ આવવાનું સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૂઆત થઈ શકશે. જીવનસાથીનો સહકાર અનિવાર્ય બની રહેશે. ભાગીદારી સંબંધિત બાબતો નોંધપાત્ર બનશે. તા. ૯. ૧૦. ૧૧. શુભ.

કન્યા (પ. ઠ. ણ.)

The World – ધ વર્લ્ડનું કાર્ડ ભૂતકાળમાં કોઈ ગુમાવેલી તક અંગે તમે અફસોસ કરી રહ્યા હશો તે ફરી એકવાર તમને પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે જે તમારા વ્યવસાય સાથે સંકળાયેલી હોય, કારકિર્દી અને વિવાહ-લગ્નનાં નિર્ણય સાથે સંબંધિત હોય. શુભ સમાચાર મળશે. તા. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. શુભ.

તુલા (ર. ત.)

Justice – જસ્ટીસનું કાર્ડ કોઈ સાથેનાં સંબંધોમાં મનદુઃખ ઊદ્ભવ્યું હોય તે દૂર થઈ શકવાનું સૂચવી જાય છે. કોઈ કાર્યમાં તમારા માટે અન્યાય થયો હોય તે દૂર થઈ શકવાનું અને તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવો પ્રસંગ બનશે. સંતાનોનો સહકાર મેળવી શકાશે. તા. ૧૨. ૧૩. ૧૪. ૧૫. શુભ.

વૃશ્ચિક (ન. ય.)

The High Priestess – ધ હાઈપ્રિસ્ટેસનું કાર્ડ મહત્ત્વનાં નિર્ણયો લેવામાં વડિલ વ્યક્તિઓનું માર્ગદર્શન લાભદાયક બની રહેવાનું સૂચવી જાય છે. કોઈના દોરવાયા દોરવાઈ ન જતા તમારા પોતાના નિર્ણયને અનુસરવું લાભદાયક બનશે. કદાચ કોઈ કારણસર નિર્ણયાત્મક બાબતોમાં દ્વિધા અનુભવાય તો તે અંગેનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવો. તા. ૧૪. ૧૫. શુભ.

ધન (ભ. ધ. ફ. ઢ.)

The Emperor – ધ એમ્પરરનું કાર્ડ વધુ આત્મવિશ્વાસ સાથે કોઈ કાર્ય અંગે નિર્ણય લેવો જોખમી સાબિત થવાનું સૂચવી જાય છે. તમારી મર્યાદા પ્રમાણે અને સંજોગોને અનુરૂપ લેવામાં આવેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે. જૂના મિત્રોને મળવાનું થશે. ટુંકો ધાર્મિક યાત્રાનો પ્રવાસ થશે. તા. ૯. ૧૦. ૧૧. શુભ.

મકર (ખ. જ.)

The Magician – ધ મેજીસીયનનું કાર્ડ તમારા નકારાત્મક વિચારોને છોડી દેવા સૂચવી જાય છે. કોઈ કાર્યને લઈ નિરાશા અનુભવી રહ્યા હો તો તે અધૂરું છોડી દેવું હિતાવહ રહેશે. તમારી બૌધ્ધિક શક્તિનો પરિચય આપી શકો તેવી ઘટના બનવા પામશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર મેળવી શકશો. તા. ૧૨. ૧૩. શુભ.

કુંભ (ગ. શ. સ. ષ.)

Judgement – જજમેન્ટનું કાર્ડ તમારા હાથ પર રહેલા કાર્યોને પૂર્ણ કરી દઈ હવે નવાં કાર્યોનું આયોજન નહિ કરવા. તમે વિચારી રહ્યા હશો પરંતુ નજીકના ભવિષ્યમાં સરળતાપૂર્વક નવાં કાર્યોની શરૂઆત થઈ શકવાનું સૂચવી જાય છે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી કાર્યરચના ગોઠવાશે. તા. ૯. ૧૦. ૧૧. ૧૪. ૧૫. શુભ.

મીન (દ. ચ. ઝ. થ.)

The Sun – ધ સનનું કાર્ડ તમારી વર્તમાન જવાબદારીઓમાંથી હાલ પૂરતું જલદી છૂટી જવા પ્રયત્નશીલ હોવાનું સૂચવી જાય છે. જેમાંથી તમે ધીમે ધીમે બહાર નીકળી શકશો. સંતાનોના કારણે/ખર્ચાઓનો યોગ ઊદ્ભવશે. દૂર વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે. ખૂબ જ નોંધપાત્ર સમાચાર ચાલુ સપ્તાહ દરમ્યાન મળશે. તા. ૧૨. ૧૩. શુભ.

Read Also

Related posts

વ્યક્તિએ ઓનલાઇન શોપિંગ કરીને મંગાવ્યો ફોન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યા બટાકા

Damini Patel

Health Tips/ આદુવાળી ચા પીવાના શોખીન છો? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને થઈ શકે છે મોટાં નુકસાન

Hemal Vegda

નવરાત્રિના પવિત્ર પાર પર IRCTC લાવ્યું શ્રદ્ધાળુઓ માટે સ્પેશલ ઓફર, ફરવું ફ્રી; આ રીતે કરો બુકીંગ

Damini Patel
GSTV