GSTV

ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખવી આ મૂર્તિઓ, થઈ જશો કંગાળ

આપણા દેશમાં પૂજાપાઠનું ખૂબજ મહત્વ છે. ભારતીયો બીજા દેશમાં વસવા જાય તો પણ તેમના ઘરમાં એક મંદિર તો ચોક્કસથી હોય જ. જેમાં સવાર-સાંજ તેઓ પૂજા આરાધના કરે. પૂજા કરવાથી, ભગવાનનું ધ્યાન ધરવાથી મન શાંત થાય છે અને ઘરના સભ્યો પર ભગવાનની કૃપા જળવાઇ રહે છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જોકે ઘરના આ મંદિરમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી પૂજાનો લાભ તો નથી જ મળતો, સાથે-સાથે કેટલાંક નુકસાન પણ થાય છે. ઘરના મંદિરમાં કેટલીક મૂર્તિઓ રાખવાથી તેની અશુભ અસર ઘરના સભ્યો પર પડી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અને હિંદુ ધર્મ અનુસાર ઘરના મંદિરમાં ભૂલથી પણ શિવના ભૈરવ અને નટરાજ અવતારની મૂર્તિ ન રાખવી જોઇએ. ગ્રહોમાં ન્યાયાધીશ શનિ અને છાયાગ્રહ રાહુ-કેતુની મૂર્તિ કે તસવીર પણ ઘરમાં ન રાખવી જોઇએ. આ મૂર્તિઓ રાખવાથી તેનો અશુભ પ્રભાવ ઘરના લોકો અને સભ્યો પર પડી શકે છે.

  • મોટાભાગના લોકો ઘરના મંદિરમાં ભગવાનની ઘણી મૂર્તિઓ રાખે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેનાથી ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે.
  • ઘરમાં રાખેલી મૂર્તિઓ એ રીતે રાખવી જોઇએ કે, તેમનો પીઠનો ભાગ ન દેખાય.
  • દેવઘરમાં ક્યારેય ભગવાનની ખંડિત મૂર્તિ ન રાખવી જોઇએ. તેનાથી પૂજાનું ફળ નથી મળતું.

Related posts

WHOએ મોદી સરકારના કર્યા વખાણ, વિકાસશીલ દેશો માટે સરકારના નિર્ણયો એક ઉદાહરણ

Ankita Trada

અમદાવાદમાં લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ આકરા પાણીએ, આટલા હજાર લોકોની કરાઈ ધરપકડ

Nilesh Jethva

દુનિયાને ભરડામાં લેનારા Coronaએ આ 9 દેશોમાં દસ્તક સુદ્ધાં નથી આપી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!