GSTV
Astrology Life Trending Uncategorized

જ્યોતિષ શાસ્ત્ર/ કુંડળીમાં ગુરુ પ્રબળ હોય તો જાતકને જીવનમાં મળે છે આ લાભ, લક્ષણો પરથી જાણો તમારુ ભવિષ્ય

ગુરુ

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ એટલે કે બૃહસ્પતિ ગ્રહનું ખૂબ જ મહત્વ રહેલુ છે. લગ્ન, સંતાન, નોકરી, પ્રમોશન, સમાજમાં માન-પ્રતિષ્ઠા વગેરે બધું જ ગુરૂ ગ્રહ પર નિર્ભર છે.

કુંડળીમાં ગુરૂ સારો હોવાના લક્ષણો

  • જો તમારો ગુરૂ પોઝિટિવ હશે તો સૌથી પહેલું તો તમે કાયદાનું પાલન કરનારા નાગરિક (Law Abiding Citizen) હશો. તમે ધર્મમાં માનતા હશો અને ખોટાને ખોટું અને સાચાને સાચું કહેતા હશો. તમે હંમેશા જે સત્ય હશે તેને સત્ય જ કહેશો. તમે હંમેશા સત્ય સાથે ઉભા રહેશો.
  • જો તમે નાસ્તિક હોવ પરંતુ ખૂબ જ લોજિકલ હોવ તો પણ તમારો ગુરૂ ખૂબ પોઝિટિવ છે.
  • જો તમે ખૂબ જ ટ્રેડિશનલ હશો, પરંપરાનું સન્માન કરતા હશો, વડીલોનું કહ્યું માનતા હશો અને તેમનું સન્માન કરતા હશો તો તમારો ગુરૂ ખૂબ શક્તિશાળી છે.
ગુરુ
  • જો તમે કોઈ પણ કામ ખૂબ જ સમજી-વિચારીને કરો છો, સાવધાનીપૂર્વક કરો છો તો તમારો ગુરૂ મજબૂત છે. કોઈ પણ કામ માપી-તોલીને એટલે કે વિચારીને કરવું તે સારા ગુરૂની ઓળખ છે.
  • જો તમે તમારી ઈચ્છાઓ સમગ્ર વિશ્વ સામે લાવવા માગો છો કે તેને કોઈ ખૂબ મોટા પ્લેટફોર્મ પર લઈ જવા માટે પ્રયત્ન કરો છો તો તમારો ગુરૂ પોઝિટિવ છે. સંશોધન કરવું અને પછી તેને કોઈ મોટા પ્લેટફોર્મ પર લઈ જવું તે શુભ ગુરૂના સંકેત છે.
  • જો તમારા જીવનમાં કોઈ શ્રેષ્ઠ ગુરૂ/ગાઈડ/સલાહકાર છે કે પછી તમે પોતે પણ ખૂબ સારા સલાહકાર/ચિંતક છો તો પણ તમારો ગુરૂ પોઝિટિવ છે તેમ કહી શકાય.
  • જો તમે જિંદગીમાં કદી કાયદાનો ભંગ નથી કરતા, હંમેશા ન્યાયનું પાલન કરો છો તો તે પોઝિટિવ ગુરૂની નિશાની છે.
  • લોકોના મત લેવા, તેમના સાથે ચર્ચા કરવી, કોઈ પણ નવા વિચારને સમાજમાં લઈને આવવા તે શુભ ગુરૂના સંકેત છે.
  • જો તમારો ગુરૂ ખૂબ શ્રેષ્ઠ હશે તો તમે સ્વાર્થી, ઈર્ષ્યાળુ અને ઘમંડી હોઈ શકો છો.

Read Also

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda
GSTV