GSTV

ભારતમાં લોન્ચ થઈ Aston Martin DBX એસયૂવી, 4.5 સેકેન્ડમાં પકડે છે 100 KMના સ્પીડ

એસયૂવી

દુનિયાભરમાં સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની Aston Martinએ ભારતમાં પોતાની એસયૂવી DBX લોન્ચ કરી છે. કંપનીએ આના માટે એક નવી ફેક્ટરી લગાવી છે. સાઈઝના સંદર્ભમાં જોઈએ તો DBX ઘણી મોટી છે. પરંતુ ડિઝાઈન ખૂબ જ સારી છે. કંપનીએ આ ગાડીની ડિઝાઈનમાં ઘણો બદલાવ કર્યો છે. Aston Martin સ્પોર્ટ્સ કાર બનાવવા માટે ફેમસ છે અને સિક્રેટ એજન્ટ જેમ્સ બોન્ડની પણ આ પસંદગીની કાર છે.

એન્જિન છે ઘણુ પાવરફૂલ

આ કારમાં 4 લીટર ટ્વિન-ટર્બોચાર્જ્ડ V8 એન્જિન છે જે 550PS અને 700NM નો ટાર્ક જનરેટ કરે છે. આમાં નાઈન-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમોબાઈલ ગિયરબોક્સ અને વ્હિલ ડ્રાઈવ સિસ્ટમ આપવામાં આવી છે. ખૂબ જ તાકતવર આ SUV માત્ર 4.5 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડે છે. જો કે આની સ્પીડ 291 કિમી પ્રતિ કલાકથી વધુ છે. DBXમાં V8 એન્જિનને નવ સ્પીડ ટોર્ક કંવર્ટર ઓટોમેટિક ગિયરબોક્સથી જોડ્યું છે. એન્જિનમાં સિલેન્ડર ડિએક્ટિવેશન ટેક્નિક પણ છે. જે ઓછી ગતિ પર એક તરફના સિલિન્ડરોને બંધ કરે છે. સાથે જ એમાં એગ્ઝોસ્ટ સાઉન્ડને ટ્યૂન પણ કરવામાં આવે છે. આમાં 632 લીટર બૂટ સ્પેસ અને 40: 20: 40 ની ફોલ્ડિંગ રિયલ સીટ પણ શામેલ છે.  

આટલી છે કિંમત

ગાડીની કિંમત કરોડોમાં છે. આનાં ઈન્ટિરિયલમાં લાકડું, ચામડી, મેટલ અને કાંચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પૂરી રીતે આ કંપનીએ ઈન્ટિરિયલને હાથેથી બનાવ્યું છે. સ્પીકર ગ્રીલમાં લેધર કવર આપવામાં આવ્યું છે. રુફ પર લાગેલ સ્પોઈલર અને ટેપ લેંપથી શાનદાર દેખાય છે. વચ્ચે 12.3 ઈંચ અને કેબિનમાં 10.25 ઈંચની ટીએફટી સિસ્ટમ અને 64 એંબિયંટ લાઈટિંગ જેવી અનેક ચીજો આપવામાં આવી છે. આ સાથે જ 22 ઈંચનું વ્હિલ બેસ પણ આપવામાં આવ્યું છે. DBXને ભારતમાં 3.82 કરોડ રૂપિયાની બેસ પ્રાઈઝમાં લોન્ચ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!