GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

સુખ-સમૃદ્ધિ આપતા ગણપતિની સ્થાપના કરતી વખતે ધ્યાનમાં રાખો આ વાતો, નહીંતર થશે મુશ્કેલીઓમાં વધારો

ભગવાન ગણેશને હિંદુ ધર્મના પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવે છે અને તે વિધ્નહર્તા છે. તે સુખ, વૈભવ અને સમૃદ્ધિના પ્રતિક ગણાય છે, એટલે જ દરેક પ્રકારની પૂજામાં ગણેશજીને ખાસ સ્થાન આપવામાં આવે છે. ઘર હોય કે ઓફિસ, ગણપતિને રાખવામાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે. ઘરમાં ગણપતિની મૂર્તિ રાખવાથી ઝગડા પણ ટળે છે. પરંતુ ગણપતિની મૂર્તિની સ્થાપના કરતાં પહેલાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ, નહીંતર તમારી મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ વધી પણ શકે છે.

બેસેલા ગણપતિ ન હોય
ઘર કે ઓફિસમાં ગણપતિની મૂર્તિ રાખવા ઇચ્છતા હોય તો, હંમેશાં એ વાતનું ધ્યાન રાખવું કે, ભગવાન ગણપતિની મૂર્તિ બેસેલી મુદ્રામાં ન હોય.

ઉત્તર-પૂર્વ ખૂણામાં
જો તમે ઇચ્છતા હોય કે ઘરમાં સુખ-સમૃદ્ધિ અને વૈભવ જળવાઇ રહે તો, ગણપતિને ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં સ્થાપિત કરવા. ઘરનો ઉત્તર-પૂર્વ ખૂણો પૂજા-પાઠ માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે.

દક્ષિણમાં ન રાખવા
ભગવાન ગણપતિને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવા જોઇએ. હંમેશાં ધ્યાન રાખવું કે, ઘરમાં જે બાજુ મંદિર હોય ત્યાં ટૉયલેટ કે કોઇપણ પ્રકારની ગંદકી ન હોય. આમ થવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

પૂર્વ કે પશ્ચિમમાં
ગણાપતિને ઘરના પૂર્વ કે પશ્ચિમ દિશામાં પણ રાખી શકાય છે. જે ઘર કે દુકાનમાં તમે મૂર્તિ રાખવા ઇચ્છતા હોય, ત્યાં ધ્યાનમાં રાખવું કે, ભગવાનના બંને પગ જમીન પર સ્પર્ષે. તેનાથી સફળતા મળે છે.

દાદર નીચે ન રાખવા
દાદરની પાસે કે દાદરની નીચે ગણપતિને ન મૂકવા, કારણકે એ જ દાદર પર તમે જ્યારે ચઢો છો ત્યારે ભગવાન ગણપતિનું અપમાન થાય છે.

સૂવાની જગ્યા પાસે ન રાખવા
એ વાતનું હંમેશાં ધ્યાન રાખવું કે ભગવાન ગણાપતિની મૂર્તિને ક્યારેય ઘરના એ ખૂણામાં ન મૂકવા, જે તરફ સૂતી વખતે પગ રહેતા હોય.

Related posts

રસ્તા નજીક પાર્ક કરેલા વાહનો ખાડામાં ફસાઈ જતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી

Nilesh Jethva

પાકિસ્તાનીઓના આ કૃત્યનો VIDEO થયો વાયરલ, દુનિયાની સામે શરમથી ઝુકી ગઈ PM ઈમરાન ખાનની મુંડી

Mansi Patel

Video: પશુ પંખીના ત્રાસથી ખેડૂતોના પાકને સુરક્ષિત રાખતો દેશી જુગાડ, એક વખત ટ્રાય કરવા જેવો…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!