શિયાળાની ઋતુ કેટલાક લોકો માટે એટલી ખતરનાક સાબિત થાય છે કે તેમના જીવને પણ જોખમમાં હોય છે. કેટલાક લોકો એવી મેડિકલ સ્થિતિનો સમસ્યાનો સામનો કરે છે કે તેમને દર વખતે પોતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વાસ્તવમાં અમે અસ્થમાના દર્દીઓ વિશે વાત કરી રહ્યા છીએ, જેમને શિયાળામાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. શું તમે પણ આ રોગની ઝપેટમાં છો?
આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઠંડીમાં અસ્થમાના દર્દીઓને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેનાથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ કારણે થાય છે અસ્થમા
આ ગંભીર બીમારીમાં શ્વાસ લેવામાં ઘણી તકલીફ થાય છે. નિષ્ણાતોના મતે આ બીમારીમાં શ્વસન નળીઓમાં સોજો આવે છે અને આ માટે શ્વસન નળીઓ સાંકડી થઈ જાય છે. શ્વસન નળીઓ સાંકડી થવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સિવાય કફની સમસ્યા પણ હંમેશા રહે છે. આંકડા પ્રમાણે વિશ્વમાં લગભગ 235 મિલિયન લોકો અસ્થમાનો સામનો કરી રહ્યાં છે. જેમાં લગભગ 40 મિલિયન યુવતીઓ પણ સામેલ છે.
અસ્થમાનું મુખ્ય કારણ
નિષ્ણાતો પ્રમાણે જ્યાં પ્રદુષણ વધુ હોય છે ત્યાં લોકોને અસ્થમાથી થવાની શક્યતા વધી જાય છે. દૂષિત હવા આપણા ફેફસાંને ચેપ લગાડે છે અને ફેફસામાં થતો આ રોગ ક્યારેય પીછો છોડતો નથી. અસ્થમાના દર્દીઓએ ભૂલથી પણ જ્યાં વધુ પ્રદુષણ થતું હોય તેવા સ્થલે જવું જોઈએ નહિ કારણ કે એ તેમના માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

આ રીતે રહો સજાગ
અસ્થમાના દર્દીઓએ ધૂળ, કાદવથી દૂર રહેવું જોઈએ અને ધૂમ્રપાન પણ ન કરવું જોઈએ. આ સિવાય ઠંડી જગ્યાએ અને ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ. અસ્થમાથી પીડિત લોકોએ બહાર જતી વખતે માસ્ક પહેરવું જોઈએ. અસ્થામાના દર્દીઓ માટે ધૂળ, ગંદકી શ્વાસ લેવાનું મુશ્કેલ બનાવી શકે છે.
Also Read
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત