GSTV
Gujarat Government Advertisement

ગુજરાતનું ગૌરવ: નવસારીના યુવાનોએ અવકાશમાં ભ્રમણ કક્ષામાં ખોવાયેલા 11 સુક્ષ્મ ગ્રહો શોધી કાઢ્યા

ચંદ્ર

Last Updated on August 8, 2020 by pratik shah

અવકાશમાં પોતાની ભ્રમણ કક્ષામાંથી ભુલા પડેલા 11 જેટલાં એસ્ટ્રોઇડને નવસારીના સુરેશ પારેખ અને તેમના સાથી મિત્રોએ શોધી કાઢ્યા હતા. જેને લઇને સુરેશ અને તેમની ટીમને પ્રમાણપત્ર સાથે સીટીઝન સાયન્ટીસ્ટના બિરુદથી નવાજવામાં આવ્યા છે, જે નવસારી સહિત ગુજરાત માટે ગૌરવની બાબત છે.

સૌર મંડળમાં ભ્રમણ કરતા સુક્ષ્મ ગ્રહો ભ્રમણ કક્ષામાંથી બહાર નીકળી પૃથ્વીની બહારના અવકાશમાં આવી ચડતા હોય છે. એવા સુક્ષ્મ ગ્રહોને શોધવા માટે નાસાની પેટા સંસ્થાઓ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સર્ચ કોલોબ્રેશન અને પાન સ્ટાર્સ ઝુંબેશ ચલાવે છે. નવસારીના અને અમદાવાદની સેન્ટ ઝેવીર્યસ કોલેજમાં સેકન્ડ યર બીએસસી ફીઝીક્સના વિદ્યાર્થી સુરેશ પારેખ અને તેમના સહપાઠી વૈભવ ત્રિવેદીએ લોકડાઉન દરમિયાન એપ્રિલથી જુન સુધીમાં રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી સુક્ષ્મ ગ્રહ શોધવાની બે ઝુંબેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી એક ઝુંબેશમાં ભાગ લીધો હતો. જેમાં આઈએએસસી દ્વારા તેમને ફાળવવામાં આવેલા વિશેષ સોફ્ટવેર અને એસ્ટ્રોઇડ શોધવાના ફોટાઓનું વિશ્લેષણ કરી, ૧૧ સુક્ષ્મ ગ્રહો શોધી કાઢ્યા હતા. જેને નાસાએ પ્રમાણિત કરી સુરેશ પારેખ અને તેમની ટીમને પ્રમાણપત્ર આપવા સાથે જ સીટીઝન સાયન્ટીસ્ટના બિરૂદથી નવાજ્યા છે.

સુરેશને તેના લક્ષ્યને મેળવવા માતાએ પ્રોત્સાહન આપ્યુ હતું. જેના કારણે સુરેશે અવકાશમાંથી સુક્ષ્મ ગ્રહો શોધવા સાથે જ અન્ય વેબિનાર અને ઓનલાઈન સ્પર્ધાઓમાં ભાગ લઇ પ્રમાણપત્રો મેળવ્યા છે. જેને લઈને સુરેશના માતા-પિતા ગૌરવ અનુભવી રહ્યા છે. અવકાશમાં ભુલા પડતા આવા સુક્ષ્મ ગ્રહોને શોધવા માટે નાસા દ્વારા વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓને જોડી સમયાંતરે ઝુંબેશ ચલાવવામાં આવે છે. જેમાં નવસારીના સુરેશ પારેખ સહીતના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી અવકાશ વિજ્ઞાનમાં નવી કેડી કંડારી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કુદકેને ભૂસકે વધી રહી છે ગુજરાતની વસ્તી: 2020ના અંતે વસ્તી 6.55 કરોડ થઈ, ચૂંટણી ટાણે આટલી થઈ છે જનસંખ્યા

Pravin Makwana

કોરોના વાયરસ/ 24 કલાક રાજ્યમાં કોરોનાના 129 કેસ, 2 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.24 ટકા

Damini Patel

ગુજરાત મોડલ: રાજ્યમાં 2.35 લાખ મકાનો રહેવાલાયક નથી, જર્જરીત આવાસમાં દેશમાં આટલા નંબરે આપણું ગુજરાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!