ગીજાના પીરામીડથી બે ગણો મોટો એસ્ટેરોયડ ઝડપથી ધરતી તરફ આવી રહ્યો છે. તે 6 સપ્ટેમ્બરના રોજ ધરતીની કક્ષામાં પ્રવેશ કરશે. અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ આશંકા જતાવી છે કે, તે ધરતીના વાયુમંડળ સાથે ટકરાઈ સકે છે. ભારતીય સમયાનુસાર આ 6 સપ્ટેમ્બરના રોજ બપોરે 3.30 વાગ્યે ધરતીના વાયુમંડળ સાથે ટકરાઈ શકે છે.

આ એસ્ટેરોયડનું નામ છે અપોલો એસ્ટોરોયડ, કારણ કે, તે ધરતીની કક્ષાને પાર કરી રહ્યું છે. અને આ ધરતી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેનું નામ છે 465824 (2010એફઆર). વૈજ્ઞાનિક આ ખતરનાક એસ્ટોરોયડને 10 વર્ષ પહેલા શોધ્યો હતો.

સેંટર ફોર નીયર અર્થ ઓબ્ઝેક્ટ્સના સાઈટિસ્ટે કહ્યું છે કે, બાકીના એસ્ટેરોયડ્સની જેમ તે ફણ ધરતની બાજુમાંથી નીકળી જશે. તેનાથી ધરતીને કોઈ જોખમ નથી. પરંતુ નાસાના વૈજ્ઞાનિકોએ ખતરાની આશંકા ગણાવી છે.

465824 (2010એફઆર) એસ્ટેરોયડ ધરતી તરફ 50533 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આગળ વધી રહ્યો છે. એટલે કે આશરે 14 કિલોમીટર પ્રતિસેકંડની ગતિ. આ પિરામીડ 270 મીટર પહોળો અને 886 ફુટ લાંબો છે. તે મિસ્ત્રમાં સ્થિત ગીજાના પીરામીડનું તુલનામાં બે ગણો મોટો છે.

નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, ડરવાની જરૂરત નથી. કારણ કે, આ એસ્ટેરોયડ ધરતીની નજીકથી પસાર થઈ શકે છે. પરંતુ તેના વાયુમંડળમાં ઘુસવાની અને નીકળવાની પ્રક્રિયા ઘણી ખતરનાક સાબિત થઈ શકે છે. ધરતીનું ગુરૂત્વાકર્ષણ શક્તિમાં ફસાઈને તે જમીન કે સમૂદ્રમાં પણ પડી શકે છે.

નાસા અને CNEOSના વૈજ્ઞાનિક આ એસ્ટેરોયડ ઉપર નજર રાખી રહ્યાં છે. કારણ કે તેની ગતિ ઘણી વધારે છે. ખગોળવિદોના જણાવ્યા પ્રમાણે આ એસ્ટેરોયડ દર 100 વર્ષમાં ધરતી સાથે ટકરાવવાની 50000 સંભાવના હોય છે. પરંતુ કોઈને કોઈ રીતે તે પૃથ્વીની બાજુમાંથી નીકળી જાય છે.

ખગોળવિદોના આંતરરાષ્ટ્રીય સમૂહના ડો, બ્રુસ બેટ્સે આવા એસ્ટેરોયડને લઈને કહ્યું છે કે નાના એસ્ટેરોયડ કેટલાક મીટરના હોય છે. તે સામાન્ય રીતે વાયુમંડળમાં આવે થે અને બળી જાય છે. તેનાથી કોઈ મોટું નુકશાન થતું નથી. વર્ષ 2013માં લગભગ 20 મીટર લાંબુ એક ઉલ્કાપીંડ વાયુમંડળમાં ટકરાયું હતું. એક 40 મીટર લાંબુ ઉલ્કા પીંડ 1908માં સાઈબેરીયાના વાયુમંડળમાં ટકરાઈને નષ્ટ થઈ ગયું હતું.
- વલસાડ : દમણ ફરવા ગયેલી પત્નીએ 10 વર્ષના બાળકને આપી કાર ચલાવવા, પતિએ સાઢુ-પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
- ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ
- સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં