GSTV

અગ્રણી સ્કૂલોના સંચાલકોએ ફી મામલે શરતી ફોર્મ્યુલા આપીને સરકાર પર દબાણ ઊભું કરવાનો કર્યો પ્રયાસ

ફી

Last Updated on September 28, 2020 by

અમદાવાદની અગ્રણી 40 જેટલી સ્કૂલોના એસોસિએશન ઓફ પ્રોગ્રેસીવ સ્કૂલ દ્વારા ફી માફી મુદ્દે સરકાર સમક્ષ પોતાનો અભિપ્રાય આપ્યો છે. જેમાં દરેક વાલી 31 ઓક્ટોબર સુધીમાં બાકીના 6 મહિનાની ફી ભરી દે તો જ 25 ટકા ફી માફી આપવાની તૈયારી દર્શાવી છે. અગ્રણી સ્કૂલોના સંચાલકોએ શરતી ફોર્મ્યુલા આપીને સરકાર પર દબાણ ઊભું કરવા પ્રયાસ કર્યો છે.

રાજ્યમાં ફી માફી મુદ્દે હજુ પણ સંચાલકો, વાલી મંડળ અને સરકાર વચ્ચે કોમન ફોર્મુલા તૈયાર થઇ નથી. વાલીઓને ફીમાં રાહત આપવાના મુદ્દે દરેક પક્ષ પોતાની ફોર્મ્યુલા પર અડગ છે. અમદાવાદ શહેરની જાણીતી સ્કૂલોના સંગઠન એસોસીએશન ઓફ પ્રોગ્રેસીવ સ્કૂલ દ્વારા ફી નક્કી કરવા મુદ્દે સરકારને પોતાનો પક્ષ મોકલ્યો હતો. જેમાં વાલીઓ સમયસર અને નક્કી કરેલા સમયે તમામ ફી ચુકવે તો ફીમાં રાહત આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ આ લાભ માત્ર સમયમર્યાદામાં પુરી ભરનાર વાલીઓને જ મળશે તેવી પણ સ્પષ્ટતા કરાઇ હતી. સ્કૂલો ફી માફ કરવાના બહાના હેઠળ પોતાની ફી પણ ઉઘરાવી લેવા માંગે છે.

નક્કી કરેલા સમય સુધી નહીં ભરે તેને ફી માફીનો લાભ મળશે નહીં.

આ સમગ્ર મુદ્દે એએપીએસના પ્રેસિડેન્ટ મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, જે વાલી 31 ઓક્ટોબર સુધીમાં છેલ્લા છ મહિનાની પુરી ફી ભરી દેશે તેમની 25 ટકા ફી માફ કરીશું. પરંતુ જે વાલી જુની ફી નક્કી કરેલા સમય સુધી નહીં ભરે તેને ફી માફીનો લાભ મળશે નહીં. આ સમગ્ર મામલે વાલીમંડળ દ્વારા જણાવ્યું કે સરકારે ફી ને લઈને સ્કૂલ સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને વહેલી તકે આ અંગે નિર્ણય કરવો જોઈએ અને જો સ્કૂલ સંચાલકો પોતાની મનમાની યથાવત રાખશે તો વાલી મંડળ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!