GSTV

સરકારી એક્શનની અસર દેખાઈ: માલ્યા, મોદી અને ચોકસીની 9371 કરોડની સંપત્તિ બેંકોને ટ્રાંસફર કરાઈ

Last Updated on June 23, 2021 by Pravin Makwana

ભારતમાં બેંકીંગ કૌભાંડો મામલોમાં સરકારી એક્શનની અસર દેખાવા લાગી છે. વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોકસી પર સરકારે જે આકરૂ વલણ અપનાવ્યુ તેના કારણે સરકારી બેંકોને લગભગ 9371 કરોડ રૂપિયાની સંપત્તિ ટ્રાંસફર કરવામાં આવી છે. ઈડીના જણાવ્યા અનુસાર ભાગેડૂ આરોપી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની 9371 કરોડ રૂપિયાની સંપતિ સરકારી બેંકોનો ટ્રાંસફર કરી દેવામા આવી છે. જેથી છેતરપીંડીના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરી શકાય. ઈડીએ કહ્યુ હતું કે, વિજય માલ્યા અને પીએનબી બેંક કૌભાંડમાં બેંકોની 40 ટકા રકમ પીએમએલએ અંતર્ગત જપ્ત કરવામાં આવેલા શેરોને વેચીને આ વસૂલી કરવામાં આવી છે.

ઈડીએ ટ્વિટ કરીને કહ્યુ હતું કે, ઈડીએ ન ફક્ત પીએમએલએ અંતર્ગત વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી મામલામાં 18,170.02 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, પણ 9371.17 કરોડની કિંમતી સંપત્તિ પણ સરકારી બેંકોને ટ્રાંસફર કરી છે.

હકીકતમાં જોઈએ તો, મેહુલ ચોકસી અને તેના ભત્રીજા નીરવ મોદી પર અમુક બેંક અધિકારીઓએ છેતરપીંડી કરીને પંજાબ નેશનલ બેંક સાથે કથિત રીતે 13,500 કરોડ રૂપિયાની છેતરપીંડી કરવાનો આરોપ છે. નીરવ મોદી લંડનની એક જેલમાં બંધ છે. જ્યારે મેહુલ ચોકસી ડોમિનિકાની જેલમાં બંધ છે. બંને વિરુદ્ધ સીબીઆઈ તપાસ કરી રહી છે. ભારત તેમના પ્રત્યાર્પણ માટે કોશિશ કરી રહ્યુ છે.

તો વળી વિજય માલ્ય પર લગભગ 9,000 કરોડ રૂપિયાની છેતરપીંડીનો આરોપ અને મની લોન્ડ્રીંગનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં તેની બંધ થયેલી કિંગફિશર એરલાઈન્સ પણ શામેલ છે. 2019ના એપ્રિલમાં થયેલી ધરપકડ બાદ તે બ્રિટેનાં જામીન પર છે. હાલ વિજય માલ્યા ઈંગ્લેન્ડમાં છે. જ્યાંથી તેને પાછો લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

READ ALSO

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

ATM રોકડ ઉપાડના બદલાઈ ગયા છે નિયમો, સંસદમાં સરકારે જણાવ્યા: કેટલી વાર કરી શકાશે Free Transaction

Pritesh Mehta

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!